News of Thursday, 24th April 2025
બીજી એરસ્ટ્રાઈકની તૈયારી? PoKમાં ૪૨ કેમ્પ પર સેનાની નજર
પીઓકેમાં ૧૩૦ લોન્ચ પેડ હોવાની શકયતા છે

નવી દિલ્હી,તા.૨૪: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન, સેનાએ પીઓકેમાં ૪૨ આતંકવાદી કેમ્પોની ઓળખ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો જરૂર પડશે તો આ કેમ્પોનો નાશ કરવામાં આવશે. આમાં ૧૦ ઉત્તર પીર પંજાલ રેન્જ (કાશ્મીરની બીજી બાજુ પીઓકેમાં) અને ૩૨ દક્ષિણ પીર પંજાલ રેન્જ (જમ્મુની બીજી બાજુ પીઓકેમાં)નો સમાવેશ થાય છે.
પીઓકેમાં કુલ ૧૧૦થી ૧૩૦ આતંકવાદી લોન્ચ પેડ હોવાની શકયતા છે. ઉત્તર પીર પંજાલમાં ૩૦થી ૩૫ આતંકવાદી લોન્ચ પેડ છે. પીઓકેમાં દક્ષિણ પીર પંજાલ વિસ્તારમાં લગભગ ૧૦૦ આતંકવાદી લોન્ચ પેડ છે. પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના એક દિવસ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતળત્વ હેઠળની સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) બુધવારે સાંજે બેઠક કરી.(૪૦.૧૦)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
