<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ભારતે સિંધુનું પાણી રોકયું, એક એક ટીપાં માટે તરસશે કરોડો પાકિસ્‍તાની

સિંધુ જળ કરાર તત્‍કાલિન ભારતીય પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરુ અને પાકિસ્‍તાની મિલિટ્રી જનરલ અયૂબ ખાન વચ્‍ચે કરાચીમાં સપ્‍ટેમ્‍બર ૧૯૬૦માં થયો હતો

નવી દિલ્‍હી,તા.૨૪: કાશ્‍મીરના પહલગામના બૈસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલા દરમ્‍યાન ૨૮ લોકોના મોત બાદ ભારત સરકારે કેટલાય મોટા નિર્ણયો લીધા છે. બુધવારે આયોજીત સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિની બેઠકમાં વર્ષ ૧૯૬૦માં થયેલા સિંધુ જળ કરારને તાત્‍કાલિક પ્રભાવથી સ્‍થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. પાકિસ્‍તાન માટે લાઈફ લાઈન કહેવાતી સિંધુ અને સહાયક નદીઓના પાણી પર હિન્‍દુસ્‍તાનનું કંટ્રોલ થતાં જ ત્‍યાંના લોકો પાણી માટે તરસી જશે. સિંધુ અને સહાયક નદીઓ ચાર દેશોમાંથી પસાર થાય છે. એટલું જ નહીં ૨૧ કરોડથી વધારે જનસંખ્‍યાની જળ જરૂરિયાતને પૂર્તિ આ નદીઓ પર નિર્ભર છે.

સિંધુ જળ કરાર તત્‍કાલિન ભારતીય પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરુ અને પાકિસ્‍તાની મિલિટ્રી જનરલ અયૂબ ખાન વચ્‍ચે કરાચીમાં સપ્‍ટેમ્‍બર ૧૯૬૦માં થયો હતો. ૬૨ વર્ષ પહેલા થયેલા સિંધુ જળ સંધિ અંતર્ગત ભારતને સિંધુ અને તેની સહાયક નદીઓમાંથી ૧૯.૫ ટકા પાણી મળે છે. પાકિસ્‍તાનને લગભગ ૮૦ ટકા પાણી મળે છે. ભારત પોતાના ભાગમાંથી લગભગ ૯૦ ટકા પાણીનો ઉપયોગ કરે છે. વર્ષ ૧૯૬૦માં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે સિંધુ ઘાટીને ૬ નદીઓમાં વિભાજીત કરતા આ કરાર પર હસ્‍તાક્ષર કર્યા હતા. આ કરાર અંતર્ગત બંને દેશો વચ્‍ચે દર વર્ષે સિંધુ જળ આયોગની બેઠક ફરજિયાત થાય છે.

સિંધુ જળ સંધિને લઈ છેલ્લે બેઠક ૩૦-૩૧ મે ૨૦૨૨ના રોજ દિલ્‍હીમાં થઈ હતી. આ બેઠકને બંને દેશોએ સૌહાર્દપૂર્ણ ગણાવી હતી. પૂર્વી નદીઓ પર ભારતનો અધિકાર છે. જ્‍યારે પヘમિી નદીઓને પાકિસ્‍તાન અધિકારમાં આપી દીધી છે. આ કરારની મધ્‍યસ્‍થતા વિશ્વ બેન્‍કે કરી હતી. ભારતના ભાગમાં આવેલી ૩ પૂર્વી નદીઓ સતલુજ, બ્‍યાસ અને રાવીના કુલ ૧૬૮ મિલિયન એકર ફૂટમાંથી ૨૩ મિલિયન એકર ફૂટ વાર્ષિક જળ ફાળવવામાં આવે છે.

ભારતના ઉપયોગ બાદ બચેલું પાણી પાકિસ્‍તાન જાય છે. જ્‍યારે પヘમિી નદીઓએ જેમ કે સિંધુ, જેલમ અને ચિનાબનું લગભગ ૧૩૫ મિલિયન એકર ફૂટ વાર્ષિક જળ પાકિસ્‍તાનને ફાળવવામાં આવે છે. સિંધુ જળ સિસ્‍ટમમાં મુખ્‍ય નદી સાથે સાથે પાંચ સહાયક નદીઓ પણ સામેલ છે. આ નદીમાં રાવી, બ્‍યાસ, સતલુજ, જેલમ અને ચિનાબ છે. આ નદીઓ સિંધુ નદીની ડાબી તરફ વહે છે. રાવી, બ્‍યાસ અને સતલુજને પૂર્વી નદીઓ જ્‍યારે ચિનાબ, જેલમ અને સિંધુને પヘમિી નદીઓ કહેવાય છે. આ નદીઓનું પાણી ભારત અને પાકિસ્‍તાન બંને માટે મહત્ત્વપૂર્ણ છે. ત્‍યારે આવા સમયે આ કરાર સ્‍થગિત કરવાનું પાકિસ્‍તાનને ભારે પડશે.(૪૦.૮)

 

(9:55 AM IST)