<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ભારત સરકારના તાબડતોબ મોટા નિર્ણયો બાદ પાકિસ્‍તાનનું મ્‍યાઉં...મ્‍યાઉં

પાકના વડાપ્રધાને રાષ્‍ટ્રીય સુરક્ષા સમિતિની તાકિદની બેઠક બોલાવી :પાકિસ્‍તાની સેનામાં અફડાતફડી મચી : બેઠકમાં ત્રણેય સેનાના વડાઓ અને મુખ્‍ય કેબિનેટ મંત્રીઓ ભાગ લેશે

નવી દિલ્‍હી, તા.૨૪: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અધ્‍યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવામાં આવેલા કઠોર નિર્ણયોને કારણે પાકિસ્‍તાન રઘવાયું બન્‍યું છે. પરિણામે, ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો સામનો કરવા માટે પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્‍યક્ષતામાં રાષ્‍ટ્રીય સુરક્ષા સમિતિ (ફલ્‍ઘ્‍) ની બેઠક યોજાશે.

તેમણે કહ્યું કે ભારતીય પગલાંનો યોગ્‍ય જવાબ આપવા માટે તેમાં નિર્ણયો લેવામાં આવશે. આ બેઠકમાં ત્રણેય સેનાના વડાઓ અને મુખ્‍ય કેબિનેટ મંત્રીઓ ભાગ લેશે. આવી બેઠકો કેટલાક પ્રસંગોએ બોલાવવામાં આવે છે જેમાં રાષ્‍ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.

પહેલગામ આતંકવાદી હુમલા પછી આંતરરાષ્‍ટ્રીય સમુદાય જે રીતે ભારત સાથે આવી રહ્યો છે, તેનાથી પાકિસ્‍તાન સ્‍પષ્ટપણે દબાણ અનુભવી રહ્યું છે. આ ક્રમમાં, પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફે સ્‍પષ્ટતા કરી છે કે આ હુમલાનો તેમના દેશ સાથે કોઈ સંબંધ નથી.

દરમિયાન, પાકિસ્‍તાનના વિદેશ મંત્રાલયે તેના ટૂંકા જવાબમાં કહ્યું, ‘અમને અનંતનાગ જિલ્લામાં થયેલા હુમલામાં પ્રવાસીઓના મોત અંગે ચિંતા છે.' અમે મળતકોના પરિવારજનો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્‍વસ્‍થ થાય તેવી કામના કરીએ છીએ.(૨૩.૬)

(10:22 AM IST)