News of Thursday, 24th April 2025
પહેલગામ આતંકી હુમલા અંગે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી
કંઈક મોટું થવાના એંધાણ!

નવી દિલ્હી તા.૨૪: પહેલગામમાં થયેલા હુમલામાં ૨૮ લોકોના મોત થયા હતાં. આતંકી હુમલાને ધ્યાને રાખીને આજે દરેક રાજકીય પક્ષો સાથે બેઠક મળવાની છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષ સાથે બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય ગળહપ્રધાન અમિત શાહ, વિદેશપધાન એસ જયશંકર સાથે વિવિધ રાજકીય પક્ષોને સાથે રાખીને આ મુદ્દે કેવી કાર્યવાહી કરવી જોઈએ તેની ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ સરકારને આ મુદ્દે બેઠક કરવા માટે કહ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજનાથ સિંહ વિવિધ પક્ષોના નેતાઓને પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદી હુમલા વિશે માહિતી આપી શકે છે, જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બુધવારે સાંજે વડા પ્રધાન મોદીએ આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક કરી હતી. હવે જોવાનું એ રહે છે કે, ભારત સરકાર દ્વારા આ મુદ્દે કેવી કાર્યવાહી કરવામાં આવે છે. આ પહેલા આતંકવાદીઓએ કરેલા હુમલાઓનો ભારતે બદલો લીધો છે, પરંતુ આ વખતે કેવી કાર્યવાહી થશે તેના વિશે કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી.(૩૮.૧૭)
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
