તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 24th April 2025
જેટલા પણ દિવસો સાથે વીતાવ્યા, બેસ્ટ હતા... હું હવે કેવી રીતે જીવીશ
વિનયના પાર્થિવ દેહને ભેટીને પત્ની હિમાંશીનું આક્રંદ

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલામાં શહીદ હરિયાણામાં કરનાલ નિવાસી ભારતીય નૌસેનાના લેફેટનટ વિનય નરવાલને દિલ્હીમાં તેમની પત્નીએ ભીની આંખે વિદાય આપી.
આ દરમ્યાન આક્રદ કરતી પત્ની હિમાંશીએ પોતાના વીર પતિને સલામી આપી અને અંતિમ વાર સ્પર્શીને વિદાય કર્યો આ દરમ્યાન તેણી લેફટનેટ વિનય નરવાલના પાર્થિવ દેહને ભેટીને રોતી રહી. પછી તેણી પોતાને સંભાળતા બોલી ‘‘આઇ એમ પ્રાઉડ ઓફ યુ'' આ દ્રષ્ય એટલું ભાવુંક હતું કે ત્યાં ઉપસ્થિત દરેક વ્યકિતની આંખો ભીની થઇ ગઇ હતી. વિનયના અંતિમ સંસ્કાર કરનાલના મોડલ ટાઉન ખાતેના સ્મશાન ઘાટે થશે. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી સૈની પણ ઉપસ્થિત રહેશે.
શહીદ લેફટનેટ નરવાલનો પાર્થિવ દેહ જમ્મુથી દિલ્હી લવાયો હતો. જયાં કાર્ગો ટર્મિનલ પર પુષ્પાંજલિ સમારોહ આયોજીત કરાયો હતો. આ દરમ્યાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા સહિત ઘણા નેતાઓ ઉપસ્થિત હતા. તેમણે પરિવાર, સગાઓ અને મિત્રોની ઉપસ્થિતીમાં શહીદ વિનય નરવાલને અંતિમ વિદાય આપી. આ દરમ્યાન વિનય નરવાલની પત્ની હિમાંશીની રોઇ રોઇને હાલત ખરાબ હતી. તે વારંવાર એ ઘટનાને યાદ કરીને ધ્રુજી ઉઠતી હતી
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
