News of Thursday, 24th April 2025
પહેલગામમાં આતંકવાદી હુમલા અંગે FIR નોંધાઈઃ UAPA અને આર્મ્સ એક્ટ સહિત અનેક કલમો લગાવાઈ
તપાસ માટે એડિશનલ એસપી ગુલામ હસન શેખ ની નિમણૂકઃ હુમલાને દેશની સુરક્ષા અને શાંતિ સામે ગંભીર ગુનો ગણાવવામાં આવ્યો

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં પહેલગામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઇઆર નંબર ૦૦૨૫ છે. એફઆઇઆરમાં , ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ ૨૦૨૩) ની કલમ ૧૦૩, ૧૦૯, ૬૧, શષા અધિનિયમ ૧૯૫૯ ની કલમ ૨૭ અને ગેરકાયદેસર પ્રવળત્તિઓ (નિવારણ) અધિનિયમ ૧૯૬૭ ની કલમ ૧૬, ૧૮, ૨૦ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે .
એફઆઈઆર મુજબ, હુમલો પહેલગામના બૈસરન વિસ્તારમાં (પોલીસ સ્ટેશનથી ૬.૪ કિમી પૂર્વમાં) બપોરે ૧૩:૫૦ થી ૧૪:૨૦ ની વચ્ચે થયો હતો. પોલીસને ઘટનાની માહિતી બપોરે ૨:૩૦ વાગ્યે મળી. પહેલગામ પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક ફરિયાદ નોંધાવવામાં આવી હતી
હાલમાં એફઆઇઆરમાં આરોપી અજાણ્યો છે. ઘટનાસ્થળેથી કોઈ માલ-મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. આ હુમલામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળોની તૈનાતી અને કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફરિયાદી પોલીસ સ્ટેશન પહેલગામ જ છે અને તપાસ માટે એડિશનલ એસપી ગુલામ હસન શેખ ની નિમણૂક કરવામાં આવી છે. એફઆઈઆરમાં આ હુમલાને દેશની સુરક્ષા અને શાંતિ સામે ગંભીર ગુનો ગણાવવામાં આવ્યો છે.દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામ રિસોર્ટમાં હત્યામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનાર કોઈપણને ૨૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે તે બધા પાકિસ્તાની છે અને તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. તેમના કોડ નામ મુસા, યુનુસ અને આસિફ હતા અને તેઓ પૂંછમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં સામેલ હતા. તેમણે કહ્યું કે આ સ્કેચ બચી ગયેલા લોકોની મદદથી તૈયાર કરવામાં આવ્યા હતા. કાળા અને સફેદ પેન્સિલ સ્કેચ તેને યુવાન અને દાઢીવાળો બતાવે છે.મંગળવારે બપોરે થયેલા હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત -તિબંધિત લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથના ફ્રન્ટ સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ સ્વીકારી હતી.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
