News of Thursday, 24th April 2025
હું કલમા પઢી શક્યો, એટલે બચી ગયો; આસામના પ્રૉફેસરે જણાવ્યું કેવી રીતે બચ્યો જીવ
પ્રૉફેસરે જણાવ્યું કે હું મારા પરિવાર સાથે એક ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો. ત્યારે મેં સાંભળ્યું કે મારી આસપાસના લોકો કલમા પઢી રહ્યા હતા, આ સાંભળીને મેં પણ પઢવાનું શરૂ કરી દીધું

પહલગામ તા.ર૪: જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયા, જ્યારે ૧૭ ઇજાગ્રસ્ત છે. આતંકવાદીઓએ પહલગામમાં ફરવા આવેલા પર્યટકોને પહેલા તેમનો ધર્મ પૂછ્યો અને પછી ગોળીઓ ધરબી દીધી. અનેક સાક્ષીઓએ જણાવ્યું કે તેમને પણ કલમા પઢવા માટે કહેવામાં આવ્યું, જેથી ધર્મની પુષ્ટિ થઈ શકે. જેમણે કલમા પઢ્યા, તેમને આતંકવાદીઓએ છોડી દીધા. આ જ રીતે આસામના એક હિંદુ પ્રૉફેસરને પણ આતંકવાદીઓઓએ ગોળી ન મારી, કારણકે તે કલમા પઢી શકતા હતા. આને કારણે આસામ યૂનિવર્સિટીમાં બંગાળી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રૉફેસર દેબાશીષ ભટ્ટાચાર્યનો જીવ બચી શક્યો. દેબાશીષ ભટ્ટાચાર્ય પણ તે સમયે પહલગામની બેસરન ઘાટીમાં પોતાના પરિવાર સાથે હાજર હતા, જે સમયે આતંકવાદી હુમલો થયો. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેમણે જણાવ્યું, ૅહું મારા પરિવાર સાથે એક ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો. ત્યારે મેં સાંભળ્યું કે મારી આસપાસના લોકો કલમા પઢી રહ્યા હતા. આ સાંભળીને મેં પણ કલમા પઢવાનું શરૂ કરી દીધું. થોડીક જ વારમાં આતંકવાદી મારી તરફ આગળ વધ્યો અને મારી બાજુમાં આરામ કરતાં માણસના માથામાં ગોળી મારી દીધી. તેમણે આગળ કહ્યું, ૅઆ પછી આતંકવાદીએ મારી તરફ જોયું અને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો? મેં જોરથી કલમા પઢવાનું કરવાનું શરૂ કર્યું. આ પછી, કોઈ કારણોસર, તે પાછો ફર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. આ પછી, પ્રોફેસરને તક મળતા જ, તે શાંતિથી તેની પત્ની અને પુત્ર સાથે ત્યાંથી નીકળી ગયા. લગભગ બે કલાક ચાલ્યા પછી અને ઘોડાઓના પગના નિશાનને અનુસર્યા પછી, તે આખરે ત્યાંથી નીકળીને હોટેલ પહોંચવામાં સફળ રહ્યો. ભટ્ટાચાર્યએ કહ્યું કે તે હજુ પણ વિશ્વાસ કરી શકતો નથી કે તે જીવિત છે. (૩પ.૯)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
