<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

હમાસ પર જ ગુસ્‍સે ભરાયા પેલેસ્‍ટીનીયન રાષ્‍ટ્રપતિ

નવી દિલ્‍હીઃ પેલેસ્‍ટાઈનના રાષ્‍ટ્રપતિએ હમાસને મોટો ઝટકો આપ્‍યો છે. પેલેસ્‍ટીનીયન રાષ્‍ટ્રપતિ મહમૂદ અબ્‍બાસે હમાસને ‘‘કૂતરાના પેટનાઓ'' કહીને સંબોધ્‍યા છે. તેમણે હમાસને હથિયાર છોડવા અને ઈઝરાયેલી બંધકોને મુક્‍ત કરવા આહવાન કર્યુ છે.

સીએનએનના રિપોર્ટ અનુસાર, પેલેસ્‍ટીનીયન રાષ્‍ટ્રપતિએ ગાઝા પટ્ટી પર થઈ રહેલા ઈઝરાયેલી નરસંહારને રોકવાને સર્વોચ્‍ચ પ્રાથમિકતા ગણાવી છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલી બંધકોના કારણે ઈઝરાયેલને હુમલા કરવાનું બહાનું મળી રહ્યું છે. એટલે બંધકોની મુક્‍તિ જરૂરી છે.

રામલલ્‍હાથી ટેલીવીઝન પર આપેલ પોતાના ભાષણમાં અબ્‍બાસે ન બોલવાના શબ્‍દો બોલ્‍યા હતા. તો ઈઝરાયેલે નરસંહારની  વાતને રદિયો આપતા કહ્યું કે તે ગાઝામાં આત્‍મરક્ષા માટે લડાઈ લડી રહ્યું છે. અને તેનું મુખ્‍ય નિશાન હમાસ છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્‍ચે મુધ્‍ધ વિરામ વાર્તાને આગળ વધારવા માટે નવેસરથી કરાઈ રહેલ પ્રયાસો વચ્‍ચે પેલેસ્‍ટીનીયન રાષ્‍ટ્રપતિની આ ટીપ્‍પણી હમાસ માટે મોટો ઝટકો છે. અને આ તેમની સૌથી મોટી જાહેર ટીકા છે. હાલમાં જ ઈજીપ્તએ પણ હમાસને હથિયાર છોડવાનું સૂચન કર્યુ હતું.

એટલું જ નહીં, અબ્‍બાસે ૭ ઓક્‍ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલ હુમલાની પણ ટીકા કરી છે. અને તેમણે પીએલઓ (પેલેસ્‍ટાઈન લીબરેશન ઓર્ગેનાઈઝેશન) હેઠળ બધા પેલેસ્‍ટીનીયન જૂથોને એક થવા આહવાન કર્યુ છે. સાથે જ તેમણે પેલીસ્‍ટાઈનની આઝઝાદી માટે આગળ વધવા પણ અપીલ કરી છે. પેલેસ્‍ટાઈનના રાષ્‍ટ્રપતિ મહમૂદ અબ્‍બાસ પીએલઓમાંથી આવે છે. જે વેસ્‍ટ બેંકમાં પોતાનું શાસન ચલાવે છે. પેલેસ્‍ટાઈનના બીજા ભાગ ગાઝામાં હમાસની સરકાર છે. આ બન્‍ને જૂથોની વિચારધારામાં બહુ અંતર છે, આ કારણે આ બન્‍ને જૂથ ઘણીવાર સામ સામે આવી જાય છે.(૪૦.૨૦)

(4:20 PM IST)