<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

વોટ્સએપ યુઝર્સ માટે ગુડ ન્યુઝ :કંપનીએ એક નવું એડવાન્સ્ડ ચેટ પ્રાઈવસી ફીચર લોન્ચ કર્યું

આ ફીચર ઈન્ડવિઝ્યુઅલ અને ગ્રુપમાં થનારી ચેટને વધારે સુરક્ષિત બનાવશે : નવું પ્રાઈવસી એન્ડ સિક્યોરિટી ફીચર મીડિયાને સેવ એન્ડ ચેટ કન્ટેન્ટને એક્સપોર્ટ કરવાથી રોકશે

મુંબઈ : વોટ્સએપ એ દુનિયાનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને જો તમે પણ વોટ્સએપ યુઝ કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. વોટ્સએપ યુઝર્સ માટે ગુડ ન્યુઝ આવી રહ્યા છે, કારણ કે કંપનીએ વોટ્સએપમાં એક નવું એડવાન્સ્ડ ચેટ પ્રાઈવસી ફીચર લોન્ચ કર્યું છે.

આ ફીચર ઈન્ડવિઝ્યુઅલ અને ગ્રુપમાં થનારી ચેટને વધારે સુરક્ષિત બનાવે છે. નવું પ્રાઈવસી એન્ડ સિક્યોરિટી ફીચર મીડિયાને સેવ એન્ડ ચેટ કન્ટેન્ટને એક્સપોર્ટ કરવાથી રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

વોટ્સએપ પહેલાથી જ મેસેજ અને કોલ માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ઓફર કરે છે, જ્યારે લેટેસ્ટ એડવાન્સ્ડ ચેટ પ્રાઈવસી ફીચર યુઝર્સને વધુ પ્રાઈવસી માટે વોટ્સએપની બહાર કન્ટેન્ટ શેર કરવાથી બીજાને રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. નવું ફીચર આઈઓએસ અને એન્ડ્રોઈડ ડિવાઈસ પર વોટ્સએપ યુઝર્સ માટે રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે.

 

(7:52 PM IST)