તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 24th April 2025
પહેલગામ આતંકવાદી હુમલાથી અરિજિત સિંહ ભારે દુઃખી :ચેન્નાઈ મ્યુઝિક કોન્સર્ટ કર્યો કેન્સલ:ફેન્સને પૈસા પાછા આપવાની જાહેરાત
તેણે ઇન્સ્ટાગ્રામના સ્ટોરી પર એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યું છે, "પહેલગામની દુ:ખદ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, આયોજકો અને કલાકારોએ સંયુક્ત રીતે આગામી શોને કેન્સલ કરવાનો નિર્ણય લીધો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી દેશ આઘાતમાં અને દુઃખી છે. હુમલાથી દુઃખી, ગાયક અરિજિત સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને ચેન્નાઈ મ્યુઝિક કોન્સર્ટ કેન્સલ કરવાની માહિતી આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામના સ્ટોરી પર એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યું છે, "પહેલગામની દુ:ખદ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, આયોજકો અને કલાકારોએ સંયુક્ત રીતે આ રવિવારે 27 એપ્રિલે ચેન્નાઈમાં યોજાનારા આગામી શોને કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે."
અરિજિત સિંહે એમ પણ કહ્યું કે કોન્સર્ટની ટિકિટ ખરીદનારા તમામ લોકોને પૈસા પાછા આપવામાં આવશે, પૈસા ઓટોમેશનથી ફેન્સના એકાઉન્ટમાં રિફન્ડ થઈ જશે." આ સાથે, તેમણે શો સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા અને માહિતી માટે વેબસાઇટની મુલાકાત લેવાનું કહ્યું છે.
અભિનેતા અર્જુન રામપાલે પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પહેલગામ આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું. અભિનેતાએ કહ્યું કે કાશ્મીર ભારતમાં છે અને ભારતમાં જ રહેશે. અભિનેતાએ આગળ કહ્યું, "કલ્પના કરો કે તમારા પરિવારમાંથી કોઈ રજા પર જાય છે અને ક્યારેય પાછો નથી ફરતો, ફક્ત એટલા માટે કે તે કોઈ ચોક્કસ ધર્મનો છે! આવા નુકસાનનો ભોગ બનેલા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. તેણે વધુમાં કહ્યું કે, 'ચાલો તે કાયર લોકો માટે રેકોર્ડ ફરીથી ચાલુ કરીએ, 'કાશ્મીર ભારતમાં છે અને હંમેશા રહેશે. આમાં કંઈ બદલાશે નહીં."
પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કરતા અભિનેત્રી દિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "ઘટના પછીથી આપણા હૃદય પીડા અને દુ:ખથી ભરાઈ ગયા છે. આવા સમયે, આપણે એક થવું જોઈએ. આપણે શાંતિ માટે અવાજ ઉઠાવવો જોઈએ. આપણે નફરત અને હિંસા સામે પગલાં લેવા જોઈએ અને ગુનેગારોને સજા મળવી જોઈએ. ન્યાય જીતવો જોઈએ. ચાલો આપણે બધા સાથે મળીને કહીએ, બસ બહુ થયું. આપણે નફરતને આપણા સમાજને તોડવા નહીં દઈએ. હવે આપણે ચૂપ નહીં રહીએ."
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
