News of Thursday, 24th April 2025
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં એર ઇન્ડિયાની બે ફ્લાઇટ્સનું મધઆકાશે ડાયવર્ટ કરાઈ (ન્યૂઝફર્સ્ટ)
ટોરોન્ટો-દિલ્હી ફ્લાઇટ કોપનહેગન અને લંડન-દિલ્હી ફ્લાઇટ અબુ ધાબી ડાયવર્ટ : અન્ય ભારતીય ફ્લાઇટ્સના રૂટમાં પણ ફેરફાર અથવા અન્ય એરપોર્ટ પર ડાયવર્ઝનની શક્યતા

ન્યૂઝફર્સ્ટ : પાકિસ્તાન દ્વારા એરસ્પેસ અચાનક બંધ કરી દેવામાં આવતા એર ઇન્ડિયાની બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મધદરિયે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI190 જે ટોરોન્ટોથી દિલ્હી આવી રહી હતી તેને કોપનહેગન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.
જ્યારે લંડનથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI162ને અબુ ધાબી ખાતે વાળવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત તરફ આવી રહેલી અન્ય ફ્લાઇટ્સ પણ પોતાના નિર્ધારિત રૂટમાં ફેરફાર કરી રહી છે અથવા તેમને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી શકે છે. પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એર ઇન્ડિયા દ્વારા મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ અંગે સતત માહિતી આપવામાં આવી રહી છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
