News of Friday, 25th April 2025
શું યુરોપના દેશોમાં હિંદુઓ સામે કેમ નફરત વધી ? શા માટે હિંદુઓ બની રહ્યા છે હેટક્રાઈમનો શિકાર ?
કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં હિંદુઓ વિરુદ્દ નફરતથી ભરેલુ વર્તન: સ્કોટલેન્ડની સંસદમાં હિંદુ ફોબિયા પર લગામ લગાવવાની વાત

નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી પશ્ચિમમાં ખાસ કરીને કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં હિંદુઓ વિરુદ્દ નફરતથી ભરેલુ વર્તન વધી રહ્યુ છે. ત્યારે સ્કોટલેન્ડની સંસદમાં હિંદુ ફોબિયા પર લગામ લગાવવાની વાત થઈ રહી છે. સ્કોટિશ સાંસદ એશ રેગને આ મુ્દો ઉઠાવી તેની સામે પ્રસ્તાવ લાવવાની માગ કરી છે. લગભગ 30 હજાર હિંદુ વસ્તીવાળા દેશમાં એવુ શું થઈ રહ્યુ છે, જે વાત પાર્લામેન્ટ સુધી પહોંચી ગઈ છે?
સ્કોટલેન્ડની સંસદમાં હાલમાં જ હિંદુફોબિયાનો મુદ્દો ઉઠ્યો હતો. સ્કોટિસ સાંસદ એશ રેગને આ મુદ્દે વાત કરતા કહ્યુ જો મંદિરોમાં તોડફોડ થઈ રહી હોય, અથવા લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો હોય તેનો મતલબ એ નથી કે માત્ર હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. પરંતુ આ સમગ્ર દેશના મૂલ્યોનું પણ પતન થઈ રહ્યુ છે. કેનેડા, બ્રિટેન અને અમેરિકામાં હાલમાં હિંદુ વસ્તીની વધતી અસ્વીકાર્યતા વચ્ચે આ એક નવુ પગલુ છે. આ પહેલા એન્ટી સેમિટિઝમ એટલે કે યહુદીઓ થી નફરત અને ઇસ્લામોફોબિયા જેવા શબ્દોની ચર્ચા થતી હતી. સ્કોટલેન્ડની કૂલ વસ્તી લગભગ 0.3% છે. આટલી નાની વસ્તી પણ સ્થાનિક લોકોની નફરતથી બચી શકી નથી. હાલમાં સંસદમાં ઉઠેલો મુદ્દો એક ખાસ રિપોર્ટ- હિંદુકોબિયા
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
