News of Friday, 25th April 2025
લગ્નના ૪૫ દિવસમાં પત્નીનું મન ભરાઈ ગયું: મારો પતિ નામર્દ છે, કંઈ કરી શકતો નથી
ગોરખપુરમાં એક છોકરીએ પોતાના પતિ પર લગ્ન બાદ ગંભીર આરોપ લગાવ્યો :પોતાની જાતને સાચી સાબિત કરવા માટે યુવકે પોતાનું મેડિકલ કરાવ્યું રિપોર્ટ સામે આવ્યા બાદ પતિ અને પત્ની બંનેની અસલી હકીકત સામે આવી ગઈ

ગોરખપુર તા.૨૫: છેલ્લા કેટલાક સમયથી લગ્ન સાથે જોડાયેલા એવા એવા સમાચાર આવી રહ્યા છે, જે જોઈને લોકોને લગ્નથી ડર લાગવા લાગ્યો છે. હવે તો લગ્ન કર્યા બાદ છૂટાછેડાની જગ્યાએ લોકો મર્ડર કરવાથી પણ અચકાતા નથી. પરિવારના લોકો દીકરા-દીકરીને લવ મેરેજ નથી કરવા દેતા. આ જ કારણે જબરદસ્તી અરેન્જ મેરેજ કરાવી દે છે. પોતાના પ્રેમને ન ભૂલી શકવાના કારણે કોઈ અન્ય સાથે લગ્ન બાદ પણ લોકો પોતાના પ્રેમી અથવા પ્રેમિકા સાથે આડા સંબંધો રાખતા હોય છે. બસ, જ આ કારણે ક્રાઇમની શરૂઆત થતી હોય છે.
ગોરખપુરમાં રહેતી એક છોકરીના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા હતા. લગ્ન બાદથી પત્નીએ પોતાના પતિથી દૂર રહેવા લાગી. જ્યારે પરિવારે તેના વિશે પૂછયું તો તેણે પોતાનો પતિ નામર્દ હોવાનું જણાવ્યું. પણ, પતિ પણ ઓછો નહોતો. તેણે પોતાનો મેડિકલ રિપોર્ટ કરાવી સામે રજૂ કરી દીધો. રિપોર્ટ જોયા બાદ પત્નીને બેવફાઈની પોલ ખુલી ગઈ.
આ કિસ્સો દેવરિયામાંથી સામે આવ્યો છે. અહીં રહેતા એક યુવકના લગ્નને હજુ ૪૫ દિવસ જ થયા હતા, તેની પત્નીએ સાથે રહેવાની ના પાડી દીધી. પત્નીએ આરોપ લગાવ્યો કે તેનો પતિ નપુંસક છે અને તે કંઈ કરી શકતો નથી. પોતાના પર લાગેલા આરોપને ખોટો સાબિત કરવા માટે શખ્સે પોતાનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટમાં આ શખ્સ નોર્મલ નીકળ્યો. ત્યાર બાદ પણ પત્ની તેની સાથે રહેવા તૈયાર ન થઈ. બાદમાં, પોલીસ તપાસમાં કંઈક અલગ જ મામલો સામે આવ્યો.
પતિ-પત્ની સાત જન્મોના સાથી માનવામાં આવે છે. એકવાર સાત ફેરા ફરી લે તો તે આવનારા સાત જન્મો સુધી બંનેનો સંબંધ બંધાઈ જાય છે. પરંતુ ઘણીવાર પતિ અને પત્ની વચ્ચે તાલમેલ ન બેસતા તેમની વાત છેક છૂટાછેડા સુધી પહોંચે છે. કોર્ટમાં અલગ-અલગ કારણોસાથે કપલ છૂટાછેડા માટે અરજી કરે છે. આ વચ્ચે ભોપાલમાં એક પતિએ વિચિત્ર કારણોસર છૂટાછેડાની માંગ કરી છે.
જ્યારે પોલીસે આ મામલાની તપાસ કરી તો પત્ની પર સવાલો થવા લાગ્યા. જાણવા મળ્યું કે, મહિલાને લગ્ન પહેલા કોઈ અન્ય સાથે અફેર હતું. મહિલા તેની સાથે લગ્ન કરવા માગતી હતી. પરિવારે જબરદસ્તી તેની સાથે લગ્ન કરાવી દીધા. પણ, તેણે આ લગ્નથી પીછો છોડાવવા માટે આ ચાલ બનાવી હતી.(૩૮.૨)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
