News of Friday, 25th April 2025
હાફિઝ સઈદે લખી પહેલગામ હુમલાની સ્ક્રિપ્ટ? 26/11ના માસ્ટરમાઈન્ડનું ખીણમાં થયેલા હુમલા સાથે કનેક્શન!
કલમ 370 હટાવ્યા બાદ ખીણમાં આ સૌથી ઘાતક હુમલો : પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા કટ્ટર જૂથ દ્વારા હુમલો કરાયો, જેમાં મોટાભાગના વિદેશી આતંકવાદીઓ સામેલ હોવાનું અનુમાન

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતમાં ભારે ગુસ્સો અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હુમલાએ જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી સક્રિય આતંકવાદી મોડ્યુલને સામે લાવી દીધું છે.
2019માં કલમ 370 હટાવ્યા બાદ ખીણમાં આ હુમલો ખૂબ જ ઘાતક માનવામાં આવી રહ્યો છે અને આ આતંકવાદી હુમલાએ પાકિસ્તાન સામે ભારત સરકાર દ્વારા ઉચ્ચ-સ્તરીય રાજદ્વારી અને સુરક્ષા પ્રતિક્રિયાઓ શરૂ કરી દીધી છે. આ હુમલો પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LET) આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા એક કટ્ટર જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગે વિદેશી આતંકવાદીઓ સામેલ છે, જેમને સ્થાનિક આતંકવાદીઓ અને ખીણના ઓવરગ્રાઉન્ડ વર્કર્સનું સમર્થન પ્રાપ્ત છે અને જેઓ 26/11ના હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કરના વડા હાફિઝ સઈદના નિયંત્રણમાં હોવાનું માનવામાં આવે છે.
આ સંજોગો જોતાં, પહેલગામ હુમલાની સ્ક્રિપ્ટ હાફિઝ સઈદે લખી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ હુમલાએ આતંકવાદના મૂળિયાં ઊંડે સુધી ફેલાયેલા હોવાનું ફરી એકવાર સાબિત કર્યું છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
