<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અમેરિકાએ પાકિસ્તાની પત્રકારને બોલતા અધવચ્ચે રોક્યા : પહેલગામ આતંકી હુમલામાં સામેલ લોકો સામે પગલા લ્યો .

પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની પત્રકારે પાયાવિહોણા સવાલ કર્યા હતા. જો કે તેના પર અમેરિકી પ્રવક્તા ટેમી બ્રુસે એવો જવાબ આપ્યો કે પત્રકારની બોલતી બંધ થઈ ગઈ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર ભારતે પાકિસ્તાન પર કાર્યવાહી કરી છે. હુમલાની અમેરિકાથી લઈને નેપાળ સુધી તમામ દેશોએ આલોચના કરી છે. આ દરમિયાન અમેરિકી વિદેશ વિભાગની પ્રવક્તા ટેમી બ્રુસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પહેલગામ આતંકી હુમલામાં સામેલ થયેલા લોકો સામે પગલા લેવા જણાવ્યું છે.

ટેમી બ્રુસે આતંકવાદ સામે ભારતની સાથે હોવાનું જણાવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની પત્રકારે પાયાવિહોણા સવાલ કર્યા હતા. જો કે તેના પર અમેરિકી પ્રવક્તા ટેમી બ્રુસે એવો જવાબ આપ્યો કે પત્રકારની બોલતી બંધ થઈ ગઈ હતી.

જેવી રીતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં કાશ્મીર મુદ્દા પર ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની વાત કરી હતી. આ વખતે પણ ટેન્શન વધારે છે. જો કે પત્રકાર તેનો સવાલ પૂરો કરે તે પહેલા ટેમી બ્રુસે વચ્ચે જ તેમનો સવાલ કાપીને કહ્યું કે હું આના પર કોઈ કમેન્ટ કરવા નથી માંગતી.

(2:10 PM IST)