<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ઓફિસરો લોકો પાયલટ પાસે સતત ૧૩-૧૪ કલાક કામ કરાવે છે : તપાસમાં ખુલાસો

૧૧ કલાકથી વધુ કામ કરાવી શકાતું જ નથી

નવી દિલ્‍હીઃ દક્ષિણ મધ્‍ય રેલ્‍વે (SCR) દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલીક ગંભીર ગેરરીતિઓ મળી આવી છે. આ મુજબ, ક્રૂ લોબીના અધિકારીઓ માલગાડીઓના લોકો પાઇલટ્‍સને સતત ૧૩-૧૪ કલાક કામ કરાવતા હતા. એટલું જ નહીં, તેમને ખોટા સમયના રેકોર્ડ ભરવાનું પણ કહેવામાં આવી રહ્યું હતું. રેલ્‍વેના નિયમો અનુસાર, લોકો પાઇલટને સતત ૧૧ કલાકથી વધુ સમય માટે કામ કરવાનું કહી શકાય નહીં. પરંતુ તપાસ મુજબ, આ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું.

ગયા અઠવાડિયે સિકંદરાબાદ ડિવિઝનમાં એક માલગાડીના લોકો પાઇલટે ફરજ પર હાજર થવાનો ઇનકાર કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તેને પૂરતો આરામ સમય આપવામાં આવતો ન હતો. જ્‍યારે તેમના ડ્‍યુટી શેડ્‍યૂલનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું, ત્‍યારે જાણવા મળ્‍યું કે ક્રૂ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ (CMS) રિપોર્ટ મુજબ તેમના કામના કલાકો ૧૩.૫૫ કલાક હતા. CMS એક પ્રકારનું સોફ્‌ટવેર છે જે જણાવે છે કે કોણ કેટલા કલાક કામ કરી રહ્યું છે.

ક્રૂને આરામ મળતો નથી

SCR એ આ સંદર્ભમાં એક પત્ર જારી કર્યો છે. તપાસના તારણો ટાંકીને, પત્રમાં કહેવામાં આવ્‍યું છે કે આ એક ગંભીર અનિયમિતતા છે અને તેને તાત્‍કાલિક બંધ કરવી જોઈએ. પત્રમાં વધુમાં જણાવાયું છે કે આનાથી ક્રૂને પૂરતો આરામ મળતો નથી. આ ટ્રેનોના સલામત સંચાલનની વિરુદ્ધ છે. દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

પત્રમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે લોકો પાઇલટે પુષ્ટિ આપી છે કે તેમના વાસ્‍તવિક કામના કલાકો ૧૪.૨૬ કલાક હતા. પરંતુ CMS એ ૧૪ કલાકથી વધુ સમય સુધી કામ ન બતાવ્‍યું હોવાથી, ૩૧ મિનિટ કાપવામાં આવી. તપાસમાં એ પણ બહાર આવ્‍યું છે કે લગભગ ૬૨૦ એવા કિસ્‍સાઓ હતા જેમાં માલગાડીના લોકોમોટિવ પાઇલટ્‍સે લગભગ ૧૪ કલાક કામ કર્યું હતું. આમાંથી ૫૪૫ કેસ એકલા સિકંદરાબાદ વિભાગમાં જ હતા.

પરિપત્રમાં જણાવાયું છે કે આટલી મોટી સંખ્‍યામાં કેસ (કામના કલાકો ૧૩.૫૫-૧૪ કલાકની વચ્‍ચે) દર્શાવે છે કે ક્રૂને સહી કરતી વખતે ખોટો સમય ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે. ફરજ પૂર્ણ થયા પછી, લોકો પાઇલટે રજિસ્‍ટરમાં એક એન્‍ટ્રી કરવાની હોય છે જેને સાઇન ઓફ કહેવામાં આવે છે

(3:53 PM IST)