<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

એક ચપટી મીઠાના કારણે એક પરિવારના 11 લોકો બૈસરન ઘાટી સુધી પહોંચી શક્યા નહીં અને તમામ 11 લોકોના જીવ બચી ગયા

કેરળનો આ પરિવાર ઢાબા પર લંચમાં રોકાયો - મટન રોગન જોશમાં વધારે મીઠું નાખી દીધું અને પછી તે ઓર્ડર કેન્સલ કરી ફરી તેને બનાવવા લાગ્યા. તેના કારણે 11 લોકોનો પરિવાર આ ઢાબા પર થોડી વાર રોકાઈ ગયો.

કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ નિર્દોષ પર્યટકોને ધર્મ પૂછીને જે લોહીથી હોળી ખેલી છે, તેણે દેશભરમાં માતમ પ્રસરાવી દીધો છે. પીએમ મોદીએ પણ આ આતંકીઓને ખતમ કરવાની કસમ ખાઈ લીધી છે. પહલગામના બૈસરન ઘાટીમાં મંગળવારે આતંકીઓએ 26 પર્યટકોને ગોળીઓ મારી દીધી. આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે.

જો કે, એક પરિવાર એવો પણ હતો, જે આ ઘટના સ્થળ પર પહોંચવા માગતો હતો. પણ એક ચપટી મીઠાના કારણે એક જ પરિવારના 11 લોકો બૈસરન ઘાટી સુધી પહોંચી શક્યા નહીં. સારું છે કે આ ઢાબાવાળાની એક ભૂલ થઈ, જેના કારણે 11 લોકોના જીવ બચી ગયા. આવો જાણીએ શું છે આ આખો કિસ્સો.

આ કહાની કેરલના રહેવાસી એક પરિવારની છે. 11 સભ્યોનો પરિવાર પણ કાશ્મીરમાં ફરવા ગયો હતો. પહલગામના બૈસરન ઘાટી જતાં પહેલા આ પરિવારના તમામ લોકો એક ઢાબા પર લંચ કરવા માટે રોકાયા હતા. પરિવારના આ ગ્રુપમાં લાવન્યા, તેના પતિ એલ્બી જોર્જ અને તેમના ત્રણ બાળકો, તેમના પતિના માતા-પિતા, પિતરાઈ બહેન અને તેમનો પરિવાર હતો.

લાવન્યાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ''અમે પહલગામ ફરવા માટે બે દિવસનો પ્લાન બનાવ્યો હતો. અમે પહેલગામને સારી રીતે જોવા માગતા હતા. અમે ઉપર જઈ રહ્યા હતા અને જ્યાં આ ઘટના થઈ તેનાથી બે કિલોમીટર જ દૂર હતા. અમે એક ઢાબા પર લંચ કરવા માટે રોકાયા. અમે બે લોકોના ખૂબ જ આભારી છીએ. એક તો આ ઢાબાના સ્ટાફની, જેણે અમારા ઓર્ડર કરેલા મટન રોગન જોશમાં વધારે મીઠું નાખી દીધું અને પછી તેમણે અમારા માટે ફરી વાર ઓર્ડર બનાવવા લાગ્યા. બીજું મારા પતિ જેમણે કહ્યું કે આજે તો ગમે તેમ થઈ જાય લંચ કરીને જ આગળ નીકળીશું.''

પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના જીવ ગયા. આ આંકડો વધી શકતો હતો. સારું છે કે આ ઢાબા અને ત્યાંના સ્ટાફની એક ભૂલ થઈ, જેમણે મટન રોગન જોશમાં વધારે મીઠું નાખી દીધું અને પછી તે ઓર્ડર કેન્સલ કરી ફરી તેને બનાવવા લાગ્યા. તેના કારણે 11 લોકોનો પરિવાર આ ઢાબા પર થોડી વાર રોકાઈ ગયો. આ થોડી વારની કિંમત શું છે તે આ પરિવારથી વધારે સારું કોણ જાણી શકે.

લાવન્યા આગળ જણાવે છે કે, ''અમે બે દિવસથી લંચ નહોતા કરી શક્યા, કેમ કે ટૂરિસ્ટ સીઝન છે અને કશ્મીરમાં ખૂબ જ ભીડ હતી. પણ તે દિવસે મારા પતિએ કહ્યું કે, અમે લંચ કરીને જ આગળ જઈશું. આ ઢાબા પર અમે મટન રોગન જોશ ઓર્ડર કર્યો, પણ તેમાં સ્ટાફે મીઠું વધારે નાખી દીધું અને તેમાં બોન્સ પણ વધારે હતા. અમારા માતા-પિતાની ઉંમર 70થી વધારે છે, જે બોન્સવાળા મટન ન ખાઈ શકે. જ્યારે અમે ઢાબાવાળાને આ વાત કહી તો તેમને બહુ જ ખોટું લાગ્યું અને કહ્યું કે, 'અમે તમારા ભોજનને ફરી વાર બનાવી આપીશું,' તો અમે કહ્યું કે બહુ મોડું થઈ જશે, પણ તેઓ માન્યા નહીં અને જિદ કરી અને ફરી વાર ઓર્ડર તૈયાર કરવા લાગ્યા. ભગવાનનો આભાર છે કે તેમણે જિદ કરી, જેના કારણે અમારે મોડું થયું અને અમારો જીવ બચી ગયો.''

(9:39 PM IST)