News of Friday, 25th April 2025
બાલાઘાટમાં 3 આદિવાસી સગીર છોકરીઓ સાથે 7 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું : ખળભળાટ
કૂલ 4 છોકરીઓ બળાત્કારનો ભોગ બની : રેપનો ભોગ બનેલી છોકરીઓની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમા દાખલ કરાઈ

મધ્યપ્રદેશના બાલાઘાટમાં 3 આદિવાસી સગીર છોકરીઓ સાથે 7 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું કૂલ 4 છોકરીઓ રેપનો ભોગ બની હોવાનું જણાવાઈ રહ્યું છે જેમાં 3 સગીર અને 1 પુખ્ત વયની છે.
રેપનો ભોગ બનેલી છોકરીઓની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમા દાખલ કરાઈ હતી જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
બાલાઘાટ પોલીસે તમામ સાત આરોપીઓની ધરપકડ કરી છે. ભારતીય દંડ સંહિતા (IPC), જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO) અધિનિયમ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ પુષ્ટિ આપી કે તપાસ ચાલી રહી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
