News of Friday, 25th April 2025
ભારતના 'આક્રમણ'થી ગભરાયું પાકિસ્તાન: PoKમાં પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને આપે છે તાલીમ: તસવીરો સામે આવી
પહેલગામ આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો:ભારત સરકારે પાકિસ્તાન સામે કડક નિર્ણયો લીધા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન ભારતના બદલાથી ડરી ગયું છે. પાકિસ્તાન વાયુસેના મધ્યરાત્રિએ C-130 વિમાનનો ઉપયોગ કરીને લાહોરથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને બહાર કાઢી રહી છે. અગાઉ પણ, પીઓકેમાં પહેલગામ હુમલાની રાત્રે આવી જ પ્રવૃત્તિ જોવા મળી હતી.
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર અને હાફિઝ સઈદને સલામત સ્થળે ખસેડ્યા. હાલમાં, પીઓકેમાં 20 થી વધુ તાલીમ શિબિર અને 50 થી વધુ લોન્ચિંગ પેડ સક્રિય છે. આ અંગેની તસવીરો સામે આવી છે, જેમાં પાકિસ્તાની સેના આતંકવાદીઓને તાલીમ આપતી જોવા મળી રહી છે
પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ઉપરાંત, પાકિસ્તાની સેનાએ તેના સૈનિકો અને અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે અને જે લોકો રજા પર ગયા હતા તેમને પણ પાછા બોલાવવામાં આવ્યા છે. પાકિસ્તાને તેના સૈનિકોને બંકરની અંદર રહેવા અને નજર રાખવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાન પણ LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ખતરો અનુભવી રહ્યું છે.
રાવલપિંડીમાં મુખ્ય મથક ધરાવતી પાકિસ્તાની સેનાની 10મી કોર્પ્સને પણ પાકિસ્તાની સેના પ્રમુખ દ્વારા સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદની બાજુમાં ગુજરાંવાલામાં મુખ્ય મથક ધરાવતા સિયાલકોટ ડિવિઝનને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતીય વાયુસેનાના સેન્ટ્રલ એર કમાન્ડની ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TACDE) કવાયત 'આગ્રન', જેને 'TAC-D' તરીકે પણ ઓળખવામાં આવે છે, ચાલી રહી છે. આ કવાયતનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાને યુદ્ધની સ્થિતિમાં સંપૂર્ણપણે તૈયાર રાખવાનો છે અને વાયુ યોદ્ધાઓને આ આધારે ગ્રેડિંગ મળે છે. આમાં ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ રાફેલ, તેજસ, જગુઆર અને અન્ય ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. તેની સાથે, પ્રારંભિક ચેતવણી અને નિયંત્રણ પ્રણાલી, હવાથી હવામાં રિફ્યુઅલર, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોની સાથે સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો, રડાર એર ડિફેન્સ, એટેક હેલિકોપ્ટર પણ શામેલ છે. આ કવાયતો વર્ષમાં બે વાર હાથ ધરવામાં આવે છે, જેમાં એક લાલ ટીમ હોય છે અને બીજી વાદળી ટીમ હોય છે. વાયુસેનાના યોદ્ધાઓનું ગ્રેડિંગ આ મુજબ કરવામાં આવે છે. પાકિસ્તાન પણ આ કવાયતથી ચિંતિત છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
