News of Saturday, 26th April 2025
હુમલાના આતંકવાદીઓ ૧૮મી મે પહેલાં ઝડપાશે કે તેઓ માર્યા જશે
ભયભીત પાકિસ્તાન ૭મી મે પછી ગમે ત્યારે હુમલો કરે તેવા ગ્રહયોગ : મીનમાં શનિ-રાહુની યુતિ હોવાથી પાકિસ્તાન અને ભારત વચ્ચે સ્ફોટક સ્થિતિ રહેશે

મુંબઈ,તા.૨૬: પહલગામમાં પર્યટકોને મોતના ઘાટ ઉતારનાર આતંકવાદીઓ ૧૮મી મે પહેલાં ઝડપાઈ જશે કે તેઓ ભારતની એજન્સીઓના હાથે મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે તેવી આગાહી શહેરના જયોતિષ દ્વારા કરવામાં આવી છે. મીન રાશીમાં શનિ મહારાજ છે. શનિ મહારાજ ન્યાયપ્રિય ગ્રહ છે. આથી તે ન્યાયિક પ્રક્રિયાને સપોર્ટ કરશે આથી ભારતને આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં સફળતા મળશે.
મીન રાશીમાં શનિ અને રાહુ છે. તેથી પાકિસ્તાન અને ભારત સહિતના વિશ્વના દેશોમાં ઉચાટ અને ભારેલા અગ્નિ જેવી પરિસ્થતિ સર્જાશે. ભયભીત થયેલા પાકિસ્તાન ૭મી મે પહેલાં ગમે ત્યારે ભારત પર હુમલો કરે તેવા ગ્રહયોગ હોવાનું જણાવતા જયોતિષાચાર્ય સત્યમ જોષીએ ઉમેયું હતુંકે જોકે પાકિસ્તાનને આ હુમલામાં સફળતા મળશે નહી અને ભારતના જવાબમાં પાકિસ્તાનના બુરા હાલ થશે જોકે સત્તાવાર યુદ્ધ બે દેશો વચ્ચે જાહેર થયા વિનાજ પરિસ્થિતિ રહેશે. ૧૮મી મે સુધીને બે દેશો વચ્ચે ભયંકર તણાવની પરિસ્થિત રહેશે જોકે ત્યારબાદ પણ તણાવ ઉચાટ સહિતની પરિસ્થિતિ જૂન ૨૦૨૭ સુધીને શનિ મીન રાશીમાં હોવાથી આ સ્થિતિ આ સમગ્ર અઢી વર્ષના સમયગાળા દરમિયાનજ રહેશે. પરંતુ શનિના લીધે ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે ન્યાયના પક્ષે રહેનારનેજ ફાયદો થશે. સૂર્ય મેષ રાશીમાં છે.દેશનો વડો આ સમયે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશે આથી આવનાર વર્ષ ૨૦૩૫સુધીમાં આતંકવાદ શાંત થાય તેવું પગલું હશે.જેમાં રાજકીય કૂટનીતિ સહિતનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીયછેકે અગાઉ પાકિસ્તાન સામે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક સમયે કુંભરાશીમાં શનિ બુધ શુક્ર અને મંગળ હતા. જેના લીધે સર્જિકલ સ્ટ્રાઈક ભારતે કરી હતી. આ વખતે મીન રાશીમાં શનિ રાહુ છે. જેના લીધે યુદ્ધ જેવો માહોલ અને સ્થિતિ સર્જાઈ શકે છે. રાહુ ૧૮મી મેના રોજ કુંભ રાશીમાં ગયા બાદ સ્થિતિમાં થોડો ફરક આવશે તેવું તેમણે ઉમેર્યુ હતું.(૪૦.૧૩)
ગુજરાત, મહારાષ્ટ્ર અને પヘમિ બંગાળમાં ૧૮મી મે પછી ધર્મયુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે
ગુજરાત મહારાષ્ટ્ર અને પヘમિ બંગાળ સહિતના પヘમિ અને દક્ષિણભારતના રાજયોમાં ૧૮મી મે પછી ધર્મયુધ્ધ જેવી સ્થિતિ સર્જાશે. આ માટે કોઇ સમાજ કે સંસ્થાના વડા દ્વારા એક વાકય કે શબ્દ એવો બોલાશે જેનાથી ધર્મયુધ્ધ થાય તેવી સ્થિતિ સજાશે તેનુ કારણ આપતા જયોતિષી સત્યમ જોશીએ જણાવ્યુ હતુકે રાહુ કુંભ રાશીમાં ૧૮મી મેના રોજ આવશે. જયારે ૧૪મી મેના રોજ ગુરૂ મિથુન રાશીમાં આવશે હાલ ગુરૂની ચાલ ઝડપી છે. જયારે ગુરૂની ચાલ ઝડપી હોય ત્યારે સમાજમા હાહાકાર મચાવે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. આ સંજોગો સર્જાયા હોવાથી પヘમિ અને દક્ષિણના રાજયમાં ખાસ તકેદારી રાજય સરકારોએ રાખવી પડશે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
