<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ATMમાંથી ન નીકળ્‍યાં અને ખાતામાંથી કપાઈ ગયા પૈસા, તો શું કરવું?

મુંબઇ તા.૨૬: આજના આ ડિજિટલ જમાનામાં પેમેન્‍ટની દુનિયામાં ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવ્‍યા છે. UPI અને અન્‍ય ઘણા ઓનલાઈન પેમેન્‍ટ પ્‍લેટફોર્મના આવ્‍યા બાદ મોટાભાગના લોકો રોકડ વગર રહેવાનું પસંદ કરે છે. આ ક્રાંતિકારી ફેરફારોના કારણે દેશ કેશલેસ ઈકોનોમીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. જોકે, દેશ હજુ સંપૂર્ણરીતે કેસલેશ થયો નથી. ઘણી જગ્‍યાએ લેવડ-દેવડ કરવા માટે તમારી પાસે રોકડ રકમ હોવી ખૂબ જ જરૂરી છે.

દરેક મુખ્‍ય સ્‍થળોએ ATM મશીનો લગાવવામાં આવેલા હોય છે, જેની મદદથી તમે સરળતાથી રૂપિયા ઉપાડી શકો છો. જોકે, ઘણી વખત એવું જોવા મળે છે કે જ્‍યારે આપણે ATMમાંથી પૈસા ઉપાડીએ છીએ, ત્‍યારે ખાતામાંથી પૈસા કપાઈ જાય છે પરંતુ મશીનમાંથી પૈસા બહાર આવતા નથી. આવી પરિસ્‍થિતિમાં લોકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. પરંતુ આવી સ્‍થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી.

આજે અમે આપને કેટલીક મહત્‍વની બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ખાતામાંથી કપાયેલી રકમનું રિફંડ મેળવી શકો છો. જો ATMમાંથી પૈસા નથી નીકળ્‍યા અને ખાતામાંથી પૈસા કમાઈ ગયા હોય, તો તમારે સૌથી પહેલાં બેંકના કસ્‍ટમર કેરનો સંપર્ક કરવો જોઈએ.

આ દરમિયાન તમારે પૂછવામાં આવેલી તમામ માહિતી બેંકના કસ્‍ટમર કેર વિભાગને જણાવવી પડશે. આ પછી તમારી ફરિયાદ નોંધવામાં આવશે અને એક ટ્રેકિંગ નંબર જારી કરવામાં આવશે. RBIના નિયમો અનુસાર, આવી પરિસ્‍થિતિમાં બેંકે ૭ કાર્યકારી દિવસોની અંદર ગ્રાહકના ખાતામાં પૈસા પરત કરવા ફરજિયાત છે.(૩૮.૬)

(10:05 AM IST)