<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

બેવફા નીકળ્‍યોઃ જેના માટે જેન્‍ડર ચેન્‍જ કરાવી મહિલા બની તે પતિ બીજાના પ્રેમમાં પડ્‍યો

બેગૂસરાયમાં કિન્નર યુવક સની યાદવે પ્રેમમાં લિંગ પરિવર્તન કરાવી મરિયા બનીને પીયૂષ યાદવ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો બાદ પીયૂષે મરિયાને છોડી એક અન્‍ય કિન્નર સાથે પ્રેમ કરવાનું શરૂ કરી દીધું

બેગૂસરાય તા.૨૬: બિહારના બેગૂસરાયમાં એક અનોખો પણ ભાવનાત્‍મક કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં એક કિન્નર યુવકે પોતાના પ્રેમી માટે લિંગ પરિવર્તન કરાવીને લગ્ન કર્યા પણ હવે તેનો પતિ તેને છોડી બીજા કિન્નરના પ્રેમમાં પડ્‍યો છે.

સાહેબપુર કમાલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના બાબુ રાહી ગામના રહેવાસી સની યાદવે પોતાના જ ગામના પીયૂષ યાદવ સાથે ૨૦૧૭માં દોસ્‍તી કરી હતી. આ દોસ્‍તી ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. બંને છોકરા હતા, એટલા માટે સમાજમાં સાથે રહેવા માટે સનીએ ૨૦૧૯માં પોતાની જેન્‍ડર ચેન્‍જ કરાવી લીધું અને ૨૦૨૧માં ગોરખપુર કોર્ટમાં મેરેજ કરી લીધા. હવે સની, મરિયા યાદવ બની ચૂકી હતી.

લગ્ન બાદ બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પણ ફેબ્રુઆરી ૨૦૨૪માં જ્‍યારે પીયૂષ કોલકાતા ગયો તો તેની મુલાકાત સુમન નામની કિન્નર સાથે થઈ. ત્‍યાર બાદ તે મરિયાને નજરઅંદાજ કરવા લાગ્‍યો. મરિયાનો આરોપ છે કે, તે પીયૂષની આર્થિક મદદ કરતી રહી, પણ પીયૂષે તેને બ્‍લોક કરી દીધો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

જોકે, ઘણી ચર્ચાઓ છતાં, લગ્ન જીવનનો એક મહત્‍વપૂર્ણ ભાગ છે. લગ્ન એ જીવન જીવવાનો પાયો છે. લગ્ન એ પરિવાર શરૂ કરવાનો એક માર્ગ છે. જોકે, હવે સમાજ પ્રમાણે લગ્નની વ્‍યાખ્‍યા બદલાઈ રહી છે. ઘણા લોકો હવે લગ્ન કરવાથી શરમાય છે. ફક્‍ત ભારતમાં જ નહીં, ચીન હોય કે જાપાન, દરેક જગ્‍યાએ છોકરાઓ અને છોકરીઓ લગ્નના બંધનમાં બંધાતા ડરે છે. લગ્નનું નામ સાંભળતા જ તેઓ ભાગી જાય છે.

ત્‍યાર બાદ મરિયાએ પોલીસ સ્‍ટેશનમાં અરજી આપીને ન્‍યાયની માગણી કરી. પોલીસ હરકતમાં આવી અને પીયૂષને શોધવા લાગી. ડીએસપી નેહા કુમારીએ જણાવ્‍યું કે, બંનેને ચોકીએ બોલાવીને કાઉન્‍સેલિંગ કરાવ્‍યું અને જનપ્રતિનિધિઓની હાજરીમાં સ્‍ટેમ્‍પ પેપર પર કરાર કરાવ્‍યો. હવે બંને સાથે રહેવા રાજી થઈ ગયા છે.(૩૮.૪)

(10:07 AM IST)