News of Saturday, 26th April 2025
૧ મેથી નિકાસકારો ૫ મીલીયન ડોલર્સ સુધીની જવેલરી સાથે લઈ જઈ શકશે
ડાયમંડ-જવેલરીના નિકાસકારો માટે નવી તકો ઉભી થશે : મુંબઈ એરપોર્ટથી સુવિધા શરૂ થતા સુરતના ઉદ્યોગકારોને સીધો ફાયદો

મુંબઇ તા.૨૬: આગામી ૧લી મેથી ડાયમંડ-જવેલરી નિકાસકારો ૫ મીલીયન ડોલર્સ (આશરે ૪૨ કરોડથી વધુ રૂપિયા-)સુધીની જવેલરી નિકાસ માટે પોતાની સાથે (હેન્ડ-કેરેજ) લઈ જઈ શકશે.
સુરતમાં હીરાના કટ એન્ડ પોલિશ્ડના કારખાનાની સાથે હવે, ડાયમંડ જવેલરી બનાવતા યુનિટોની સંખ્યા પણ સતત વધી રહી છે. ત્યારે હેન્ડ-કેરેજ જવેલરીની નિકાસ મુંબઈ એરપોર્ટથી શરૂ થનાર હોય તેનો સીધો ફાયદો સુરતના ડાયમંડ-જવેલરીના નિકાસકારોને પણ મળી રહેશે. હેન્ડ-કેરેજ જવેલરીની નિકાસ કરતી વખતે કાર્ગોમાં મોકલાતી જવેલરીની જેમ કસ્ટમ ક્લિયરન્સની તમામ પક્રિયામાંથી પસાર થવું પડશે. આ સુવિધા શરૂ થતા નવા દેશોમાં વેપારની તકો ઉભી થશે. બીજી બાજુ ઈમરજન્સી ડીલીવરી જોઈતી હોય, તેવી પરિસ્થિતિમાં નિકાસકારો પોતે પણ કાર્ગોમાં પાર્સલ મોકલી સમય બગાડવા કરતા જાતે ડીલીવરી આપવા જઈ શકશે. ૧લી મેથી મુંબઈ એરપોર્ટથી શરૂ થનારી આ સુવિધાથી નિકાસકારોના સમયની સાથે કાર્ગોમાં પાર્સલ મોકલાવવા માટે ખર્ચવા
પડતા નાણાંની પણ મોટી બચત થશે. ગુરુવારે ભારત ડાયમંડ બુર્સ (BDB) પ્રેશિયસ કાર્ગો કસ્ટમ્સ ક્લિયરન્સ સેન્ટર (PCCCC), એરપોર્ટ કસ્ટમ્સ અને જીજેઈપીસીના પ્રયાસથી સફળ મોકડ્રીલ પણ કરવામાં આવી હતી.(૩૮.૩)
ઉભરતા નિકાસકારો માટે લાભદાયક
હેન્ડ-કેરેજ જવેલરીની નિકાસનો પ્રારંભ કરી ભારતના જેમ્સ એન્ડ જવેલરી વેપારમાં એક નવાયુગની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલ ડાયમંડ જવેલરી ઇન્ડસ્ટ્રીના સભ્યો માટે અને તેમાય ખાસ કરીને ઉભરતા નિકાસકારો માટે લોજિસ્ટિક્સ સરળ બનાવશે. આ ઉપરાંત તેમને વૈશ્વિક બજારોમાં ઘરેણા વ્યક્તિગત રીતે લઈ જવા માટે સરળતા થતા વેપારમાં પ્રગતી થશે.
નવા દેશોમાં નિકાસ કરવાની તકો ઉભી થશે
ડાયમંડ જવેલરી નિકાસકારોને ૫ મીલીયન ડોલર્સ સુધીની જવેલરી પોતાની સાથે (હેન્ડ-કેરેજ) લઈ જવાની સુવિધી મળતા તેઓ ઇમરજન્સીમાં ડીલીવરી આપી શકશે. જે કન્ટ્રીમાં લોજીસ્ટીકની સુવિધા નથી, ત્યાં જઈ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા સાથે પોતે ડાયમંડ જવેલરી સાથે લઈ જઈ સંબંધિત પાર્ટીને આપી શકશે. જેને લીધે નવા દેશોમાં પણ વેપારની નવી તકો ઉભી થશે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
