News of Saturday, 26th April 2025
પહેલગામ હુમલો લગ્નને નડી ગયોઃ બાડમેરના વરરાજાની જાન અટ્ટારી બોર્ડરેથી પરત થઈ
શૈતાનસિંહની ચાર વર્ષ અગાઉ સગાઈ થઈ હતી, લગ્ન માટે માંડ વિઝા મળ્યા હતા

નવી દિલ્હી તા.૨૬: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાનની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. આ ઘટનાક્રમમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક પરિવારની આશા પર પાણી ફરી વળી ગયું છે. કેમ કે ૩૦મી એપ્રિલે થનારા લગ્નમાં ત્યારે વિઘ્ન પેદા થયું જ્યારે જાન ગુરુવારે વાઘા-અટ્ટારી બોર્ડર પર પહોંચી અને તેને પાકિસ્તાનમાં પ્રવેશવા દીધી નહીં, જેના કારણે વરરાજાની સાથે આખી જાનને ઘરે પરત ફરવું પડયું છે. હાલમાં જે રીતે બન્ને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે તે જોતાં આ લગ્ન લાંબા સમય સુધી અટવાઈ રહે
તેવી સંભાવના પૂરેપૂરી છે. રાજસ્થાનના બાડમેરના રહેવાસી ૨૫
વર્ષીય વરરાજા શૈતાનસિંહની સગાઈ ચાર વર્ષ પહેલાં પાકિસ્તાનના સિંધ પ્રકાંતના અમરકોટ જિલ્લાની રહેવાસી કેસર કેવર સાથે થઈ હતી. સગાઈ સામાજિક રીત-રિવાજો પ્રમાણે થઈ હતી, જેસરહદી ક્ષેત્રોમાં સામાન્ય છે, જ્યાં બંને પક્ષોના સમુદાયોની વચ્ચે ઊંડા સાંસ્કળતિક અને પારિવારિક સંબંધ છે. સગાઈ પછી જ શૈતાનસિંહના પરિવારે લગ્નને અંતિમ રૂપ આપવા માટે પાકિસ્તાન જવા માટે વીઝા મેળવવામાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો. ત્રણ વર્ષ સતત પ્રયાસો, અધિકારીઓએ કરેલો વિલંબ અને
કૂટનીતિક અવરોધો પછી પરિવારને ૧૮મી ફેબ્રુઆરીએ વીઝાની મંજૂરી મળી હતી. નવી આશા સાથે તેમણે લગ્ન માટે મામી એપ્રિલની તારીખ નક્કી કરી હતી. જે વીઝાની માન્ય મુદ્દતથી ખૂબ પહેલા હતી, જે ૧૨મી મે સમાપ્ત થવાની હતી. જોકે, લગ્નની જાન પાકિસ્તાનમાં પ્રવેશ કરે એ પહેલાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો, જેના કારણે ફૂટનીતિક તણાવ પેદા થઈ ગયો હતો, જેના ભાગરૂપે ભારતે પાકિસ્તાનના નાગરિકો માટે વીઝા સેવા બંધ કરી દીધી અને પહેલાથી આપેલા વીઝા પણ રદ કરી દીધા, કેન્દ્ર સરકારે ભારતમાં જે કોઈ પાકિસ્તાનના નાગરિકો છે તેમને ૨૭મી એપ્રિલ સુધી દેશ છોડવા માટે સૂચના આપી દીધી. જેના પરિણામ સ્વરૂપ શૈતાનસિંહની જાનને વાઘા-અટ્ટારી બોર્ડર પર રોકી દેવામાં આવી અને પરત બાડમેર મોકલી દીધી હતી.(૩૮.૨)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
