News of Saturday, 26th April 2025
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો :બલૂચ લિબરેશન આર્મીએ 10 સૈનિકોને મારી નાખ્યા : જુઓ વિડિઓ
ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કર્યો: સેનાના વાહનને નષ્ટ કર્યું

https://twitter.com/bahot_baluch/status/1915798159638274425
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો હતો. અહીં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો હતો કે, તેણે ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કર્યો અને 10 સૈનિકોને મારી નાખ્યા છે. BLA અનુસાર, આ હુમલો રિમોટ-કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો, જેણે સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.
આ વિસ્તાર લાંબા સમયથી બલૂચ બળવાખોરોની પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યો છે. હાલમાં, આ હુમલા અંગે પાકિસ્તાની સેના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. બલૂચ આર્મી છેલ્લા ઘણા વર્ષોથી બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહી છે. બલૂચ લિબરેશન આર્મીએ એક નિવેદન જાહેર કરીને આ હુમલાની જવાબદારી લીધી છે.
BLA પ્રવક્તા ઝિયાંદ બલોચે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "અમારા હુમલાઓ કબજાધારી સેના સામે સંપૂર્ણ તાકાત સાથે ચાલુ રહેશે." તેમણે પોતાના નિવેદનમાં લખ્યું છે ,કે પાકિસ્તાની સેનાના કાફલા પર રિમોટ-કંટ્રોલ્ડ IED થી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દુશ્મનનું એક વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને તેમાં સવાર તમામ 10 સૈનિકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા સૈનિકોમાં સુબેદાર શહજાદ અમીન, નાયબ સુબેદાર અબ્બાસ, સિપાહી ખલીલ, સિપાહી ઝાહિદ, સિપાહી ખુર્રમ સલીમ અને અન્યનો સમાવેશ થાય છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
