<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

વડાપ્રધાન મોદી આવતીકાલે, રવિવારે 'મન કી બાત' કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

આકાશવાણી પર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે માસિક રેડિયો કાર્યક્રમનો 121મો એપિસોડ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 121મો એપિસોડ હશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝઓનએર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. આ ઉપરાંત, એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે.

(11:50 AM IST)