<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ભારતે પાકિસ્‍તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્‍યું: એક ટીપું પણ જવા નહીં દઈએઃ પાટિલ

સરકાર એવી રણનીતિ પર કામ કરી રહી છે કે ભારતનું એક ટીપું પણ પાણી પાકિસ્‍તાન ન જાયઃ જેની અસર પાકિસ્‍તાનના પંજાબ પ્રાંતમાં જોવા મળી રહી છેઃ પાટિલ : ‘‘સિંધુ જળ સંધિ પર મોદી સરકાર દ્વારા લેવાયેલો ઐતિહાસિક નિર્ણય સંપૂર્ણપણે વાજબી અને રાષ્ટ્રીય હિતમાં છે. અમે ખાતરી કરીશું કે સિંધુ નદીનું એક ટીપું પણ પાણી પાકિસ્‍તાનમાં ન જાય'':પાટિલ

શ્રીનગર તા.૨૬: એપ્રિલના રોજ એક ઐતિહાસિક પગલામાં, ભારતે પાકિસ્‍તાન સાથે ૧૯૬૦ની સિંધુ જળ સંધિને સ્‍થગિત કરી દીધી. જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વધતી સુરક્ષા ચિંતાઓને ધ્‍યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ નિર્ણય હેઠળ, ભારતે ચિનાબ નદીનું પાણી પાકિસ્‍તાન તરફ વહેતું અટકાવી દીધું છે, જેની અસર પાકિસ્‍તાનના પંજાબ પ્રાંતમાં જોવા મળી રહી છે. જયારે કેન્‍દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે જણાવ્‍યું હતું કે સરકાર એવી રણનીતિ પર કામ કરી રહી છે કે ભારતનું એક ટીપું પણ પાણી પાકિસ્‍તાન ન જાય.

૨૪ એપ્રિલના રોજ, ભારત સરકારે સત્તાવાર રીતે સિંધુ જળ સંધિને સ્‍થગિત કરવાની જાહેરાત કરી. આ સંધિ હેઠળ, સિંધુ નદી અને તેની સહાયક નદીઓ, જેમ કે ચેનાબ, જેલમ અને સતલજ, ના પાણી ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વહેંચાયેલા છે. સંધિ મુજબ, ચિનાબ અને અન્‍ય પશ્ચિમી નદીઓના પાણી મુખ્‍યત્‍વે પાકિસ્‍તાનને જાય છે, જયારે ભારતને મર્યાદિત ઉપયોગનો અધિકાર છે. જોકે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારતને આ કડક પગલું ભરવાની ફરજ પાડી. સરકારનું કહેવું છે કે પાકિસ્‍તાન દ્વારા આતંકવાદ અને સરહદ પારથી થતી દ્યૂસણખોરીને સતત ટેકો આપવાને કારણે આ સંધિ હવે ભારતના હિતોની વિરુદ્ધ છે.

ભારતે ચિનાબ નદી પર બનેલા બગલીહાર હાઇડ્રોઇલેક્‍ટ્રિક પ્રોજેક્‍ટ દ્વારા નદીના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું છે. આ પગલા બાદ, પાકિસ્‍તાનના પંજાબના સિયાલકોટ સ્‍થિત મરાલા હેડવર્કસના સ્‍થાનિકોએ અહેવાલ આપ્‍યો કે ચિનાબ નદીમાં પાણીનું સ્‍તર નોંધપાત્ર રીતે દ્યટી ગયું છે. ચિનાબ નદી પાકિસ્‍તાનની ખેતી અને પીવાના પાણી પુરવઠા માટે મહત્‍વપૂર્ણ છે.

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્‍યક્ષતામાં યોજાયેલી ઉચ્‍ચ સ્‍તરીય બેઠક બાદ, જળશક્‍તિ મંત્રી સી.આર. પાટીલે શુક્રવારે જણાવ્‍યું હતું કે સરકાર એવી રણનીતિ પર કામ કરી રહી છે કે ભારતનું એક પણ ટીપું પાણી પાકિસ્‍તાન ન જાય. પાટીલે જણાવ્‍યું હતું કે વડા પ્રધાન  મોદીએ અનેક સૂચનાઓ જારી કરી છે અને તેનો અમલ કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમણે કહ્યું કે શાહે આ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે બેઠકમાં દ્યણા સૂચનો આપ્‍યા હતા. તેમણે કહ્યું, ‘‘અમે ખાતરી કરીશું કે ભારતનું એક પણ ટીપું પાણી પાકિસ્‍તાન ન જાય.''

મંગળવારે પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્‍તાન સાથે ૧૯૬૦ની સિંધુ જળ સંધિને સ્‍થગિત કરવાના ભારતના નિર્ણય બાદ ભવિષ્‍યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે શાહે આ બેઠક યોજી હતી. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. પાટીલે પાછળથી શ્નહ્‍ઙ્ખ પર એક પોસ્‍ટમાં લખ્‍યું, સિંધુ જળ સંધિ પર મોદી સરકાર દ્વારા લેવાયેલો ઐતિહાસિક નિર્ણય સંપૂર્ણપણે વાજબી અને રાષ્ટ્રીય હિતમાં છે. અમે ખાતરી કરીશું કે સિંધુ નદીનું એક ટીપું પણ પાણી પાકિસ્‍તાનમાં ન જાય.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે સરકાર તેના નિર્ણયોના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે લાંબા ગાળાની યોજના પર કામ કરી રહી છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે પાટિલ ઉપરાંત અનેક મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ભારતે પાકિસ્‍તાનને તાત્‍કાલિક અસરથી સંધિને સ્‍થગિત કરવાના તેના નિર્ણયની જાણ કરી દીધી છે અને કહ્યું છે કે પાકિસ્‍તાને સરહદ પારના આતંકવાદ દ્વારા જમ્‍મુ અને કાશ્‍મીરને સતત નિશાન બનાવીને સંધિની શરતોનું ઉલ્લંદ્યન કર્યું છે. પાટીલે કહ્યું કે ભારતે પાકિસ્‍તાનને કડક સંદેશ આપ્‍યો છે કે તે આતંકવાદને બિલકુલ સહન કરશે નહીં.

પાકિસ્‍તાનનો જવાબ

પાકિસ્‍તાને ભારતના આ પગલાની સખત નિંદા કરી છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંદ્યન ગણાવ્‍યું છે. પાકિસ્‍તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘‘ભારતનું આ પગલું સિંધુ જળ સંધિનું ખુલ્લેઆમ ઉલ્લંદ્યન છે અને તેનાથી બંને દેશો વચ્‍ચે તણાવ વધશે. અમે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવીશું.'' (૩પ.ર)

 

(11:54 AM IST)