<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

આતંકવાદ સહન કરી શકાય નહીં :ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો તોડવા વિશે સૌરવ ગાંગુલીની પ્રતિક્રિયા

સૌરવ ગાંગુલીએ વારંવાર થઈ રહેલા આતંકવાદી હુમલાઓના જવાબમાં કડક કાર્યવાહીની તાત્કાલિક જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો

કોલકતા : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે પહેલગામ આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધોને સંપૂર્ણપણે તોડી નાખવાની હાકલ કરી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. સૌરવ ગાંગુલીએ વારંવાર થઈ રહેલા આતંકવાદી હુમલાઓના જવાબમાં કડક કાર્યવાહીની તાત્કાલિક જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો હતો

કોલકાતામાં પત્રકારો સાથે વાત કરતા, 'સૌરવ ગાંગુલીએ સ્પષ્ટપણે કહ્યું, 100 ટકા, આ થવું જોઈએ. કડક કાર્યવાહી જરૂરી છે. દર વર્ષે આવી ઘટનાઓ બને છે એ મજાક નથી. આતંકવાદ સહન કરી શકાય નહીં. તેથી તેવોને વિરોધ કડક કાર્યવાહી થવી જોઈએ.'

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત અને પાકિસ્તાન ફક્ત ICC સ્પર્ધાઓમાં જ ટકરાતા રહ્યા છે, જેમ કે T-20 અને 50 ઓવરના વર્લ્ડ કપ, ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત એશિયા કપ સ્પર્ધાઓ

ઉલ્લેખનીય છે કે ક્રિકેટમાં સૌથી મોટી હરીફ હોવા છતાં, ભારત અને પાકિસ્તાન 2012-13 પછી કોઈપણ દ્વિપક્ષીય શ્રેણીમાં એકબીજાનો સામનો કરી શક્યા નથી. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે ભારતે 2008 થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી.

તાજેતરમાં યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન, ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે હાઇબ્રિડ મોડેલ હેઠળ ટુર્નામેન્ટ રમી હતી, જેના કારણે ભારતના મેચો દુબઈ ખસેડવામાં આવ્યા હતા

(11:56 AM IST)