<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનના 3 મોટા ખેલાડીઓએ પોતાના જ મુલ્કની આંખો ખોલી: આયનો દેખાડ્યો

આ એક મોટો અત્યાચાર છે. ભલે તે કોઈ પણ હોય, કોઈને પણ કોઈનો જીવ લેવાનો અધિકાર નથી. મારો ધર્મ આ જ કહે છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારત ઉપરાંત, વિશ્વભરના દેશો આ હુમલાની નિંદા કરી રહ્યા છે. કેટલાક પાકિસ્તાની ખેલાડીઓ છે જેમણે આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી છે. આ એપિસોડમાં પહેલું નામ મોહમ્મદ હાફીઝનું છે. તેને પહેલગામ હુમલા પછી તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર 'દુઃખી' લખ્યું હતું.

દાનિશ કનેરિયાએ પણ આ મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેને કહ્યું કે, પહેલગામમાં બીજો બર્બર હુમલો થયો છે. આ જ માનસિકતા બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધીના હિન્દુઓને નિશાન બનાવી રહી છે. તેમના પરિવારો પણ આ હુમલામાં પીડાય છે. તે પીડિતોને ન્યાય મળવો જોઈએ. નિર્ભયતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા બાસિત અલીએ પણ આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેને કહ્યું કે, કાશ્મીરમાં ખૂબ જ મોટી ઘટના બની. 26 લોકો શહીદ થયા. આ એક મોટો અત્યાચાર છે. ભલે તે કોઈ પણ હોય, કોઈને પણ કોઈનો જીવ લેવાનો અધિકાર નથી. મારો ધર્મ આ જ કહે છે.

(11:57 AM IST)