<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

રાંચીમાં કૂતરાને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવતા ‘હોર્ડિંગ્‍સ'

રાંચીમાં એક હોર્ડિંગ ચર્ચાનો વિષય બની ગયું છેઃ આ હોર્ડિંગમાં વિવિધ જાતિના કૂતરાઓના ચિત્રો છેઃ આ હોર્ડિંગમાં રાગ્નાર નામના જર્મન શેફર્ડ કૂતરાને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી છેઃ તેના પર ‘હેપ્‍પી બર્થડે ભૈયા' લખેલું છે આતંકી હુમલાને પગલે ડોગીનો જન્‍મદિવસ સાદાઈથી ઉજવાયો

રાંચી,તા.૨૬: રાંચીમાં એક અનોખી ઘટના સામે આવી છે. શહેરમાં એક હોર્ડિંગ લાગ્‍યું છે. આ હોર્ડિંગ કોઈ નેતા કે અભિનેતાનું નથી, પરંતુ એક કૂતરાને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવવા માટેનું છે. રાગ્નાર નામના જર્મન શેફર્ડ કૂતરાને તેના સાથી કૂતરાઓએ જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી છે બાબર, એલેક્‍સ, એવોકાડો અને કોકોએ ‘હેપ્‍પી બર્થડે ભૈયા' લખીને રાગ્નરને અભિનંદન આપ્‍યા. રાગ્નારનો જન્‍મદિવસ આજે છે. એનિમલ શેલ્‍ટર પરિવાર આ દિવસને સાદગીથી ઉજવે છે. પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને ધ્‍યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. રાગનાર એ શિવ શંકર નામના યુવાનનો પાલતુ કૂતરો છે. શિવ શંકર જોન્‍હામાં રહે છે અને એક એનિમલ શેલ્‍ટર ચલાવે છે. રસપ્રદ વાત એ છે કે, રાગ્નારનું સ્‍વાગત કરનારા તેના સાથી કૂતરા છે. તેમના નામ બાબર, એલેક્‍સ, એવોકાડો અને કોકો છે. આ બધા કૂતરાઓએ ર્હોડિંગ્‍સ દ્વારા રાગ્નરને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી છે. ર્હોડિંગ્‍સ દર્શાવે છે કે રાગનારનો જન્‍મદિવસ આજે ઉજવવામાં આવી રહ્યો છે. એવું કહેવાય છે કે અગાઉ જન્‍મદિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ થતી હતી. પરંતુ, પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને ધ્‍યાનમાં રાખીને, તેને સાદગીથી ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. રાગ્નારના જન્‍મદિવસનું આયોજન એનિમલ શેલ્‍ટર પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાગનાર એ જોન્‍હાના શિવ શંકર નામના યુવાનનો પ્રિય પાલતુ કૂતરો છે. શિવશંકર ગુડીડીહમાં રહે છે. તે છેલ્લા ૧ વર્ષથી એક પશુ કેન્‍દ્ર ચલાવી રહ્યો છે આ કેન્‍દ્રમાં ૬૦ થી વધુ બેઘર કૂતરાઓ છે. સ્‍વયંસેવકો તેમની સંભાળ રાખે છે. ખાસ વાત એ છે કે અહીંના દરેક કૂતરાનું એક નામ છે. શિવ શંકરનું એનિમલ સેન્‍ટર આ બેઘર કૂતરાઓ માટે ઘર જેવું છે. તેઓ અહીં સુરક્ષિત અને ખુશ જીવન જીવે છે

(12:13 PM IST)