News of Saturday, 26th April 2025
લાહોર એરપોર્ટ પર ભીષણ આગ : તમામ ફ્લાઈટ્સ રદ : વિડિયો સામે આવ્યો : જુઓ વિડિઓ
પાકિસ્તાન આર્મીનું વિમાન લેન્ડિંગ સમયે ટાયરમાં આગ લાગતા ઘટના બની : રનવે અસ્થાયી રૂપે બંધ કરાયો

https://twitter.com/Ckant72/status/1916002970597986685
લાહોર : શનિવારે પાકિસ્તાનના લાહોર સ્થિત અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ભીષણ આગ લાગી હતી, ત્યારબાદ તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન આર્મીનું એક વિમાન લાહોર એરપોર્ટ પર લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે તેના એક ટાયરમાં આગ લાગી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર એન્જિનને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે રનવેને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં એરપોર્ટ પર આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. આ ઘટનાને પગલે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ફ્લાઈટ કામગીરી ફરી શરૂ કરવામાં આવશે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
