News of Saturday, 26th April 2025
પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનો ધિકતો ધંધો :ગેરકાયદે ઘુસેલા બાંગ્લાદેશીઓની મોટી કબૂલાત
ભારતીય હોવાના પુરાવા પણ પશ્ચિમ બંગાળમાં બન્યા :ગુજરાત સરકાર રિપોર્ટ બનાવીને કેન્દ્ર સરકારને મોકલશે

પશ્ચિમ બંગાળનું તંત્ર રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ બની રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં મોટા પ્રમાણમાં ફર્જી દસ્તાવેજો બનાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ઘુસીને આવતા ઘુસણખોરોને ભારતીય નાગરિક બતાવવા માટે તેમના બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે.
પશ્ચિમ બંગાળ ફર્જી દસ્તાવેજો બનાવવા માટેનું એપિસેન્ટર બની ગયું છે. અમદાવાદ અને સુરત પોલીસે મોડી રાતે ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવી હતી અને તમામની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં તેમની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે, તેઓ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસ્યા છે. આ ઉપરાંત તેમના ભારતીય હોવાના પુરાવા પણ પશ્ચિમ બંગાળમાં બન્યા હોવાનું સ્વીકાર્યું છે
આ મામલે ગુજરાત સરકાર રિપોર્ટ બનાવીને કેન્દ્ર સરકારને મોકલશે. ત્યારબાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરતમાંથી 1022 જેટલા ગેરકાયદેસર ઘુસેલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
