News of Saturday, 26th April 2025
ભારતે લાલ આંખ કરતાં પાકિસ્તાન ઢીલુઢફ : હવે ડાહી-ડાહી વાતો : સ્વતંત્ર તપાસની પીપૂડી વગાડી
અમને બદનામ કરાય છે : શરીફે ઢોલ વગાડયા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આક્રોશ ફેલાયેલો છે. વિશ્વના વિવિધ દેશોએ પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે. મોટાભાગના દેશોએ ભારતને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આતંકવાદ સામે કાર્યવાહીમાં ભારતને ટેકો આપવાનું વચન આપ્યું છે. આ બધા વચ્ચે, ૨૬ નિર્દોષ લોકોની હત્યા બાદ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે તેઓ નિષ્પક્ષ તપાસ માટે તૈયાર છે. આ સાથે, તેમણે કાર્યવાહીની ધમકી પણ આપી છે.
સમાચાર એજન્સી ખ્જ્ભ્ના અહેવાલ મુજબ, શરીફે એમ પણ કહ્યું કે પાકિસ્તાન તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા તૈયાર છે. શાહબાઝ શરીફે કહ્યું, ‘અમે આ હુમલાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ માટે તૈયાર છીએ. પાકિસ્તાન પર લગાવવામાં આવી રહેલા આરોપો પાયાવિહોણા છે. જો જરૂર પડશે, તો અમે અમારી સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે કોઈ કસર છોડીશું નહીં.' તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા વાળવાના કોઈપણ પ્રયાસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આ ક્રૂર હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) દ્વારા લેવામાં આવી હતી. આ હુમલા પછી, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા કડક પગલાં લીધાં છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી અને પાકિસ્તાની લશ્કરી અધિકારીઓને હાંકી કાઢવાનો સમાવેશ થાય છે. ભારતે પાકિસ્તાન પર સતત સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનો આરોપ લગાવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે દરેક આતંકવાદી અને તેના મદદગારોને સજા આપવામાં આવશે. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની મોટા પાયે શોધ અને કાર્યવાહી કામગીરી ચાલી રહી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
