<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

દિલ્‍હીમાં ગરમીમાં યલો એલર્ટઃ ઉત્તર ભારતના અનેક રાજયોમાં પણ તાપમાન ઉચકાશેઃ વાતાવરણ શુષ્‍ક રહેશે

દેશના અનેક રાજયોમાં ગરમીનો પારો ઉચકાઇ રહયો છેઃ હવામાન ખાતુ

નવી દિલ્‍હીઃ હવામાન વિભાગએ આજે અને કાલે દિલ્‍હી માટે ગરમી યલો એલર્ટ જારી કર્યું છે. એટલે કે, બંને દિવસે તાપમાન ૪૩ ડિગ્રી ઉપર રહી શકે છે. ગુરૂવારથી  જ સૂર્ય આગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. સૂર્યપ્રકાશ સાથે ગરમ પવનો હવે દિવસભર લોકોને પરેશાન કરી રહ્યા છે. ર૮ એપ્રિલે થોડી રાહત મળવાની શકયતા છે. આ પહેલા તાપમાન ૪૧ ડિગ્રીથી ઉપર રહેવાની ધારણા છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે.

દિલ્‍હીમાં આજે આકાશ સ્‍વચ્‍છ રહેશે. કયારેક તેજ પવનો ફૂંકાશે. ગતિ ૧૦ થી ૩૦ કિલોમીટર સુધી હોઇ શકે છે. મહત્તમ તાપમાન ૪ર અને લઘુત્તમ  તાપમાન ર૩ કિગ્રી રહી શકે છે. આંશિક વાદળો છવાશે.  

આગામી ત્રણથી ચાર દિવસમાં દિલ્‍હીનું તાપમાન વધવાની શકયતા છે. આ સમય દરમિયાન તાપમાન ૪૦ થી ઉપર રહી શકે છે. ચક્રવાતી પવનોની સિસ્‍ટમ્‍સને કારણે શનિવારે દિલ્‍હી અને આસપાના વિસ્‍તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

આગામી દિવસોમાં રાજસ્‍થાનમાં હવામાન શુષ્‍ક રહેવાની શકયતા છે અને તાપમાનમાં વધારો થશે. રાજયમાં સૌથી વધુ મહત્તમ તાપમાન બોડમેરમાં ૪૩.૬ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. જે સામાન્‍ય કરતા ૩.૩ ડિગ્રી વધારે છે. રાજયમાં  સૌથી ઓછું તાપમાન બોડમેરમાં ર૭.૮ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. હવમાન કેન્‍દ્ર જયપુર અનુસાર, રાજયના મોટાભાગના ભાગોમાં હવામાં સરેરાશ ભેજ ૦૬ થી પ૩ ટકાની વચ્‍ચે નોંધાયું હતું.

ઉત્તરાખંડના મેદાની વિસ્‍તારોમાં ગરમ પવનોથી લોકો પીડાઇ રહ્યા છે. પર્વતોથી મેદાની વિસ્‍તારોમા઼ હવામાન શુષ્‍ક રહે છે. દહેરાદૂન સહિત મોટાભાગના મેદાની વિસ્‍તારોનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્‍સિયસથી ઉપર રહે છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આજે પર્વતીય વિસ્‍તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો ઝરમર વરસાદ પણ પડી શકે છે. મેદાની જિલ્લાઓમાં હવમાન શુષ્‍ક રહેશે, જેના કારણે ગરમી વધવાની શકયતા છે.

ઉત્તર પ્રદેશમાં ગરમીએલોકોને પરેશાન કર્યા છે. લખનૌ, વારણસી, બલિયા, પ્રયાગરાજ, બસ્‍તી, ઝાંસી, અલીગઢ, બરેલી અને કાનપુર સહિત ઘણાં જિલ્લામાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્‍સિયસને પાર કરી ગયું છે. આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ર ડિગ્રી સેલ્‍સિયસ વધી શકે છે.

(4:10 PM IST)