News of Saturday, 26th April 2025
ધર્મ વિશે લોકોને પૂછીપૂછીને મારવામાં આવે , હવે વૈશ્વિક સ્તરે સાબિત થયું છે કે આતંકવાદમાં કયા ધર્મના લોકો સામેલ છે : દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી
ભારતીય કાશ્મીરમાં જે રીતે 27 થી વધુ હિન્દુઓની હત્યા કરવામાં આવી તે એક નિંદનીય ઘટના જેમાં ઘર્મ વિશે પૂછપરછ બાદ માત્ર હિંદુઓની જ હત્યા કરવામાં આવી,ભારતીય લોકતાંત્રિક દેશમાં કોઈ ચોક્કસ ધર્મના લોકોની હત્યા થઈ રહી છે તે ચિંતાજનક બાબત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં આતંકીઓએ ધર્મના આધારે હિન્દુ પુરુષ અને તેમને મદદ કરતા એક અન્ય પુરુષની હત્યા કરી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે ઉગ્ર વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, દેશ માટે ચિંતાની વાત છે કે ધર્મ વિશે લોકોને પૂછીપૂછીને મારવામાં આવે. હવે વૈશ્વિક સ્તરે સાબિત થયું છે કે આતંકવાદમાં કયા ધર્મના લોકો સામેલ છે. જેહાદના નામે એક ચોક્કસ ધર્મના લોકો હવે આતંકવાદ માટે આખી દુનિયામાં કુખ્યાત થઈ ગયા છે.
પહલગામના આતંકી હુમલા અંગે વિરોધ કરતા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, 22મી એપ્રિલે ભારતીય કાશ્મીરમાં જે રીતે 27 થી વધુ હિન્દુઓની હત્યા કરવામાં આવી તે એક નિંદનીય ઘટના છે. આ ઘટનામાં ઘર્મ વિશે પૂછપરછ બાદ માત્ર હિંદુઓની જ હત્યા કરવામાં આવી હતી. ભારતીય લોકતાંત્રિક દેશમાં કોઈ ચોક્કસ ધર્મના લોકોની હત્યા થઈ રહી છે તે ચિંતાનો વિષય છે. આ એટલો સંવેદનશીલ મુદ્દો છે કે તેનાથી સાંપ્રદાયિક તણાવ વધી શકે અને ગૃહયુદ્ધ થઈ શકે, પરંતુ ભગવાન ભારતનું રક્ષણ કરે. ત્રેતાયુગમાં રાવણનું એ કર્તવ્ય હતું, દ્વાપરમાં કંસનો એ ધર્મ હતો. કળિયુગમાં આ આતંકીઓ રાવણ અને કંસના રૂપમાં ઉત્પન્ન થઈ આપણી રાષ્ટ્રીયતા પર હુમલો કરે છે. એકતાની આવશ્યક્તા છે.
આ મુદ્દામાં પાકિસ્તાનની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. હવે સમય આવી ગયો છે જ્યારે કાશ્મીર તંત્રની જવાબદારી નક્કી થવી જોઈએ. સુરક્ષિત ભારત માટે કાશ્મીર માત્ર મુસ્લિમોનું છે તેવી માનસિકતાને જડમૂળથી ઉખેડી નાખવાની જરૂર છે. આતંકવાદ સામે લડવા માટે આપણી એકતા જ સૌથી મોટી તાકાત છે. ભારત સરકાર, સ્વંયસેવી સંસ્થા, હિન્દુ ધર્માવલંબી, મુસ્લિમ ધર્મના લોકો પાસે પણ અપેક્ષા કરીએ છીએ કે તેમણે આતંકવાદ સામે બોલીને તેમની ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ. કોઈને પણ ભારતમાં નિવાસ કરનારા કોઈપણ સમુદાયના લોકોને એ અધિકાર નથી કે તે આતંકવાદીઓને પ્રોત્સાહિત કરે. અમે લોકો અધ્યાત્મવાદી લોકો છીએ.આજે આપણા દેશની ત્રણેય સેના એટલી મજબૂત છે કે આમને-સામને યુદ્ધ કરવાની તેમનામાં હિંમત નથી. ભારતને નિર્બળ કરવા માટે આતંકવાદનો આશરો લઈને વિદેશી ષડ્યંત્ર આ પ્રકારના કૃત્ય કરે છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
