News of Saturday, 26th April 2025
હિંદુઓ હવે કોઈ પણ વસ્તુ ખરીદે તે પહેલા જાણી લે કે દુકાનદારનો ધર્મ કયો છે, જો દુકાનદારને હનુમાન ચાલીસા ન આવડે તો તેના ત્યાંથી માલ ખરીદવાની જરૂર નથી : મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે
આતંકવાદીઓ જો ધર્મ પૂછીને આપણી સાથે આવો ખરાબ વ્યવહાર કરી શકે છે તો પછી આપણે શું કામ તેમની પાસેથી માલ સામાન ખરીદીએ?

મુંબઈ તા.૨૬ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાએ સમગ્ર દેશને શોકમાં નાખી દીધું છે, જેને લઈને હિન્દુસ્તાનની સરકારમાં અને જનતામાં આક્રોશ ફેલાયો છે. મોદી સરકાર દ્વારા હાલમાં સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે અને એવામાં હવે મહારાષ્ટ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.
મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ શુક્રવારે એલાન કર્યું કે, હિંદુઓ હવે કોઈ પણ વસ્તુ ખરીદે તે પહેલા જાણી લે કે દુકાનદારનો ધર્મ કયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જો દુકાનદારને હનુમાન ચાલીસા ન આવડે તો તેના ત્યાંથી માલ ખરીદવાની જરૂર નથી.
સમગ્ર મામલો એમ છે કે, રત્નાગિરીમાં એક સભાને સંબોધતા મંત્રી રાણેએ કહ્યું કે, આતંકવાદીઓએ આપણી જનતાને મારતા પહેલા ધર્મ વિશે પૂછ્યું હતું. બસ આ બાબતને આપણે ધ્યાન રાખીએ અને હવે માલ સામાન ખરીદતા પહેલા દુકાનદારને પૂછીએ કે તેને હનુમાન ચાલીસા આવડે છે કે નહી. જો દુકાનદાર એમ કહે છે કે, તે હિંદુ છે તો તેની પાસેથી હનુમાન ચાલીસા બોલાવવામાં આવે. જો દુકાનદારને હનુમાન ચાલીસાનો પાઠ નથી ખબર તો તેની પાસેથી કોઇ જ માલ ખરીદવો નહી.
નિતેશ રાણેએ વધુમાં કહ્યું કે, આતંકવાદીઓ જો ધર્મ પૂછીને આપણી સાથે આવો ખરાબ વ્યવહાર કરી શકે છે તો પછી આપણે શું કામ તેમની પાસેથી માલ સામાન ખરીદીએ? શું કામ આપણે તેઓને અમીર બનાવીએ? એવામાં આપણે પણ એક સંકલ્પ કરવો જોઈએ કે, આપણે જે પણ માલ સામાનની ખરીદી કરીએ તે ફક્ત હિંદુઓની દુકાનેથી જ ખરીદીએ.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
