<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

આયુષ્માન યોજનામાં આ લોકોને મફત સારવારનો નહીં મળે લાભ:હોસ્પિટલ જતા પહેલા જાણો યાદી

જે ગરીબી રેખાની ઉપર જીવન પસાર કરે છે. ત્યારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિક આ સ્કીમનો લાભ લઈ શકે

નવી દિલ્હી : દેશમાં કરોડો લોકો એવા છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી. કોઈ ગંભીર બીમારીના કિસ્સામાં, આ લોકોની બધી બચત સારવારમાં ખર્ચાઈ જતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી. આ યોજનાનો લાભ લઈને, તમે આયુષ્માન પેનલમાં સમાવિષ્ટ સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલોમાં બીમારી સમયે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો.

આયુષ્માન ભારત યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશભરમાં લાખો લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.  પરંતુ શું તમને ખબર છે કે આ યોજનાનો લાભ નથી મળતો. તો ચાલો આજે આ સમાચારના માધ્યમે જાણીશું એવા લોકો  વિશે જાણીશું કે જેમને આ સ્કીનનો લાભ નથી મળતો.

આયુષ્યમાં ભારત યોજનાનો  લાભ તે લોકોને નથી મળતો કે  જે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. તે લોકો જે સરકારી નોકરી કરી રહ્યા છે તેમણે પણ ભારત સરકારની આ સ્કીમનો લાભ નથી મળતો. આ સ્કીમની શરૂઆત ગરીબી રેખાની નીચે જીવન પસાર કરતાં લોકો માટે કરવામાં આવી હતી. આ સિવાય જે લોકો સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અથવા ESIC નો લાભ લઈ રહ્યા છે તેમને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવામાં આવતો નથી

આ કારણે આયુષમાન ભારત યોજનાનો લાભ તે લોકોને નથી મળતો, જે ગરીબી રેખાની ઉપર જીવન પસાર કરે છે. ત્યારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિક આ સ્કીમનો લાભ લઈ શકે છે.

(7:12 PM IST)