News of Saturday, 26th April 2025
ક્રિકેટર ગૌતમ ગંભીરને ધમકીભર્યા ઈ-મેલ મોકલનાર વ્યક્તિની દિલ્હી પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી
‘ઈ-મેલ મોકલનારની ઓળખ ગુજરાતના રહેવાસી 21 વર્ષીય જીગ્નેશ સિંહ પરમાર એક એન્જિનિયરિંગ વિદ્યાર્થી તરીકે થઈ

નવી દિલ્હી : ક્રિકેટર ગૌતમ ગંભીરને ધમકીભર્યા ઈ-મેલ મોકલનાર વ્યક્તિની દિલ્હી પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, ‘ઈ-મેલ મોકલનારની ઓળખ ગુજરાતના રહેવાસી 21 વર્ષીય જીગ્નેશ સિંહ પરમાર તરીકે થઈ છે.’ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસ ટીમ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે અને પૂછપરછ કરવામાં આવી છે. તે એક એન્જિનિયરિંગ વિદ્યાર્થી છે જેના પરિવારે દાવો કર્યો છે કે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. વધુ તપાસ ચાલુ છે
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
