News of Sunday, 27th April 2025
પહેલગામ આતંકવાદી હુમલો : સીએમ મમતા બેનર્જીએ પીડિતોને 10 લાખના વળતર અને નોકરીની જાહેરાત કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પીડિત પરિવારોને સહાય આપવાની જાહેરાત કરી : શહીદ જવાનના પરિવારને પણ સહાય અને નોકરી આપવાની જાહેરાત

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં જ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ વળતરનો લાભ ત્રણ પ્રવાસીઓ - બિતન અધિકારી, સમીર ગુહા અને મનીષ રંજન - ના પરિવારોને મળશે, જેમણે હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ ઉપરાંત, ઉધમપુર જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પેરા ટ્રૂપર હવાલદાર ઝંટુ અલી શેખના પરિવારને પણ 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, સાથે જ તેમની પત્નીને સરકારી નોકરી પણ આપવામાં આવશે. મમતા બેનર્જીએ આ જાહેરાત કરીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તેમને આ દુઃખદ સમયે સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
