તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
પાકિસ્તાનમાં આવ્યું 'પૂર': ભારત પર લગાવ્યો પાણી છોડવાનો આરોપ
અમને જાણ કર્યા વિના ઝેલમ નદીનું પાણી છોડાયુઃ પાડોશી દેશે મચાવી કાગરોળ

નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાની મીડિયાએ ભારત સામે ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના ડોન ન્યૂઝ અનુસાર પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ જિલ્લાની આસપાસ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
જેના કારણે સમગ્ર વિસ્તારમાં વૉટર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાએ આ સ્થિતિ માટે પણ ભારતને જવાબદાર ઠેરવ્યું છે. દુનિયા ન્યૂઝના અહેવાલ મુજબ, ભારતે પાકિસ્તાનને જાણ કર્યા વિના ઝેલમ નદીનું પાણી છોડી દીધું હોવાનો દાવો કરાયો છે, જેના કારણે પૂરની આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.
અહેવાલ અનુસાર સ્થાનિક વહીવટીતંત્રે હટિયાન બાલામાં વૉટર ઈમરજન્સી જાહેર કરી છે અને લોકોને એલર્ટ કર્યા છે. મસ્જિદોમાં જાહેરાતો દ્વારા સ્થાનિક લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે. આ સમાચાર બહાર આવ્યા બાદ નદી કિનારે રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. અહેવાલો અનુસાર, આ પાણી ભારતના અનંતનાગથી થઈને પાકિસ્તાનના ચકોઠી વિસ્તારમાંથી વહી રહ્યું છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
