<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

પૂર્વ પાકિસ્‍તાની અધિકારીએ અદનાન સામી ઉપર ભારતીય નાગરિક હોવાનો સવાલ ઉઠ્યાઃ

અદનાન સામીને ડિસેમ્બર 2015 માં ભારતીય નાગરિકતા મળી હતી તેમનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો અને તેણે ત્યાં જ અભ્યાસ કર્યો હતો જ્યારે માતા-પિતા પાકિસ્તાની છે.

મુંબઇઃ  ગાયક અદનાન સામીએ ભૂતપૂર્વ પાકિસ્તાની અધિકારી ફવાદ ચૌધરીએ તેમની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા હતા તેના પર પ્રતિક્રિયા આપી છે...
ગાયક અદનાન સામીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવવા બદલ આકરી ટીકા કરતી પોસ્ટ શેર કરી છે. વાસ્તવમાં, X (અગાઉ ટ્વિટર) પર, એક ભારતીય પત્રકારે પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા પછી ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાના નિર્દેશો વિશે અહેવાલ આપ્યો હતો, ત્યારબાદ ફવાદ ચૌધરીએ પૂછ્યું, અદનાન સામી વિશે શું? ત્યારબાદ ગાયકે તે જ ટ્વિટના જવાબમાં એક પોસ્ટ શેર કરી અને તેને અભણ મૂર્ખ કહ્યો.
અદનાન સામીએ લખ્યું, આ અભણ મૂર્ખને કોણ કહેશે! આ સાથે ગાયકે એક હસતો ઇમોજી શેર કર્યો છે. જેઓ નથી જાણતા તેમના માટે, અદનાન સામીને ડિસેમ્બર 2015 માં ભારતીય નાગરિકતા મળી હતી. તેમનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો અને તેણે ત્યાં જ અભ્યાસ કર્યો હતો. જ્યારે માતા-પિતા પાકિસ્તાની છે.
ઉલ્લેખનીય છે કે અદનામ સામી લાંબા સમયથી ભારતીય ફિલ્મ ઉદ્યોગનો ભાગ છે. લિફ્ટ કારા દે, કભી તો નજર મિલાઓ, સુન જરા જેવા તેમના ગીતો ખૂબ લોકપ્રિય છે. જ્યારે 2015માં રિલીઝ થયેલ બજરંગી ભાઈજાનનું ગીત ભર દો ઝોલી મેરી ખૂબ જ લોકપ્રિય થયું હતું.

(11:08 AM IST)