<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ : PoKમાં કટોકટીના આદેશો લાગુ, સેના એલર્ટ કરાઇ

પહેલગાવ આતંકી હુમલા બાદ ભારતના પગલા લેવાના નિર્દેશથી પાકિસ્‍તાનના ટાંટીયા ઢીલાઃ ડોકટરો, પેરા મેડીકલ સ્‍ટાફ, એબ્‍યુલન્‍સ ડ્રાયવરને હંમેશા તૈયાર રહેવા ફરમાન

નવી દિલ્‍હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેલમ નદીમાં પાણીના પ્રવાહમાં અચાનક વધારો થવાને કારણે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) વહીવટીતંત્રે કટોકટી પ્રતિબંધો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ અને સ્થાનાંતરણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. જેલમ ખીણના આરોગ્ય નિર્દેશાલય દ્વારા 25 એપ્રિલના રોજ જારી કરાયેલા આદેશમાં, 'કટોકટી'નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તમામ હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં તબીબી કર્મચારીઓને તેમના સંબંધિત ડ્યુટી પોઈન્ટ પર તૈનાત રહેવા સૂચના આપવામાં આવી હતી. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કર્મચારીને રજા કે સ્થાનાંતરણની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે સરકારી વાહનોના ખાનગી ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

જારી કરાયેલા આદેશમાં લખ્યું છે કે, ''દેશમાં કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ આરોગ્ય કેન્દ્રોના પ્રભારીઓને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ તેમજ જિલ્લાના તમામ તબીબી કેન્દ્રોમાં ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને હંમેશા તૈયાર રાખવા સૂચના આપવામાં આવે છે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરી શકાય. આ સાથે આરોગ્ય કેન્દ્રોના તમામ તબીબી અધિકારીઓ/પેરા મેડિકલ સ્ટાફ કે જેઓ પહેલાથી જ રજા પર છે, તેમને તેમની રજા રદ કરવા અને ફરજ બજાવતા પહેલા ઓફિસની લેખિત પરવાનગી લેવાનો નિર્દેશ આપવામાં આવે છે. જો બેદરકારી જણાશે, તો સંબંધિત ડોકટરો/પેરા મેડિકલ સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.''

 

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર વહીવટીતંત્રે અચાનક આ પગલું ભર્યું છે, જેને ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ જોવા મળી શકે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ આ કટોકટીના આદેશને ગંભીરતાથી લીધો છે અને ગુપ્તચર અહેવાલો અનુસાર નિયંત્રણ રેખા નજીક ખાસ કરીને પહેલગામ વિસ્તારમાં અને તેની આસપાસ અસામાન્ય લશ્કરી અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ વધી શકે છે તેવી આશંકા છે. પાકિસ્તાની સેના સાથે એકતા વ્યક્ત કરવા અને ભારતના આક્રમક વર્તન સામે કરાચીમાં રેલીઓ યોજાઈ હતી.

(3:24 PM IST)