<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ભારત આવી રહી છેઃ જાપાનની બુલેટ ટ્રેનઃ વંદે ભારતથી કેટલી છે અલગ?

હાયબુઆની મહત્તમ ઝડપ ૩ર૦ કિ.મી. પ્રતિકલાક છેઃ આરામ અને સલામતીમાં છે મોખરે

નવી દિલ્‍હીઃ ભારતમાં રેલવે ક્ષેત્રમાં સતત સુધારો આવી રહ્યો છે અને આ ક્રમમાં વંદે ભારત જેવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જોકે ભારતની રેલવે વ્યવસ્થા તેની ગતિ અને સલામતી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સારી ઓળખ ધરાવે છે ત્યારે આ મોરચે આગામી સમયમાં વધુ પ્રગતિ કરવામાં આવી રહી છે.

દરમિયાન દેશમાં બુલેટ ટ્રેન સેવા હવે સાકાર થવા જઈ રહી છે. E5 શિંકનસેન એ આ જાપાનની મુખ્ય હાઇ-સ્પીડ ટ્રેન એટલે કે બુલેટ ટ્રેન છે અને હવે ભારતે પણ શિંકનસેન જેવી ટ્રેન ટેકનોલોજી અપનાવવા તરફ પગલાં લીધાં છે. પરંતુ શું વંદે ભારત અને E5 શિંકનસેનની બુલેટ ટ્રેન વચ્ચે સ્પર્ધા થઈ શકે છે?

E5 Shinkansen કે જેને Hayabusa તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વની સૌથી ઝડપી અને સલામત હાઇ-સ્પીડ ટ્રેનોમાંની એક છે. આ ટ્રેન મહત્તમ 320 કિમી/કલાકની ઝડપે દોડી શકે છે અને સંપૂર્ણપણે એનર્જી એફિશિએન્ટ છે. જાપાનનું આ ટ્રેન નેટવર્ક સ્પીડ ઉપરાંત આરામ અને સલામતીમાં પણ મોખરે છે. Shinkansen કોચમાં ઉચ્ચ ગુણવત્તાવાળી બેઠક વ્યવસ્થા, આધુનિક સુવિધા અને આત્યંતિક સલામતી પ્રોટોકોલ તેને એક આદર્શ મોડેલ બનાવે છે.

વંદે ભારત ટ્રેને ભારતીય રેલ્વે માટે એક નવા યુગની શરૂઆત કરી છે. આ ટ્રેન 160 કિમી/કલાકની ઝડપે પણ દોડી શકે છે, જે શિંકનસેન કરતા ઘણી ઓછી છે. પરંતુ વંદે ભારત માટે આ આંકડો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેન છે. તે આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ છે. વંદે ભારતની આરામદાયક બેઠક વ્યવસ્થા,ઓટોમેટીક દરવાજા અને હાઇ-ટેક એન્જિન ભારતના રેલ મુસાફરોના પરિવહનને નવી દિશા આપી રહ્યા છે.

E5 Shinkansen તેના 60 વર્ષથી વધુના અનુભવ સાથે વિશ્વભરમાં ઉચ્ચતમ સલામતી ધોરણો સ્થાપિત કરે છે જ્યારે વંદે ભારત ભારતીય મુસાફરોની જરૂરિયાતોને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનની સલામતી સુવિધાઓમાં ટ્રેનના એન્જિન અને કોચ વચ્ચે એક ખાસ સલામતી અવરોધ ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

(3:35 PM IST)