તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Sunday, 27th April 2025
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન એકલું-અટુલું પડી ગયું: ચીન પાસે હાથ જોડ્યા: ભારતના પગલાં ગેરકાયદેસર ગણાવ્યા
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન મોહમ્મદ ઇશાક દારે ચીનના વિદેશ પ્રધાન અને સીપીસી સેન્ટ્રલ કમિટી પોલિટબ્યુરોના સભ્ય વાંગ યી સાથે ટેલિફોનિક વાતચીત કરી

નવી દિલ્હી : પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન મોહમ્મદ ઇશાક દારે રવિવારે ચીનના વિદેશ પ્રધાન અને સીપીસી સેન્ટ્રલ કમિટી પોલિટબ્યુરોના સભ્ય વાંગ યી સાથે ફોન પર વાત કરીને પોતાનો ખુલાસો આપ્યો. હકીકતમાં, પહેલગામ હુમલા બાદ, વિશ્વના દેશોએ ભારત સાથે એકતા દર્શાવી છે અને આતંકવાદ સામે કાર્યવાહી કરવા સંમતિ આપી છે. આ પછી, પાકિસ્તાન વિશ્વના દેશોથી અલગ પડી રહ્યું હોય તેવું લાગે છે. હવે પાકિસ્તાન સરકાર વિશ્વના દેશો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં, પાકિસ્તાને ચીનના વિદેશ પ્રધાન સાથે ભારત-પાકિસ્તાન તણાવ અને દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી છે.
ભારતની કાર્યવાહીને એકપક્ષીય અને ગેરકાયદેસર ગણાવી, આરોપોને નકારી કાઢ્યા
નાયબ વડા પ્રધાન/વિદેશ પ્રધાન ઇશાક દારે વાંગ યીને વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ વિશે માહિતી આપી અને ભારતના પગલાંને એકપક્ષીય અને ગેરકાયદેસર ગણાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ પાયાવિહોણો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિદેશ પ્રધાન ડારે કોઈપણ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. તેમણે ભારતના તાજેતરના નિર્ણયોને આંતરરાષ્ટ્રીય કાયદા અને પ્રાદેશિક શાંતિ વિરુદ્ધ ગણાવ્યા.
ઈશાક દારે ચીનના સતત અને અતૂટ સમર્થન માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી અને પાકિસ્તાન-ચીન મિત્રતાને લોખંડ જેટલી મજબૂત ગણાવી. તેમણે પાકિસ્તાન-ચીનને ઓલ-વેધર વ્યૂહાત્મક સહકારી ભાગીદારી ગણાવી અને તેને આગળ વધારવાની વાત કરી. તેમણે દરેક ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
