<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

'આવી ગીધ્ધડ ધમકીથી અમે ડરી નહીં ': બિલાવલ ભુટ્ટોની ધમકીને પાટીલે આપ્યો સણસણતો જવાબ

બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી હતી કે જો પાકિસ્તાનનું પાણી બંધ કરવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે

નવી દિલ્હી :  સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય બાદ બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી હતી તેને જળસંપત્તિ મંત્રી સીઆર પાટીલે જડબાતોડ જવાબ આપ્યો છે ભારતે પાણી રોકવાની વાત કર્યાના માત્ર એક દિવસ પહેલા જ બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી હતી કે જો પાકિસ્તાનનું પાણી બંધ કરવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે સીઆર પાટીલે સણસણતા જવાબ આપ્યો છે સીઆર પાટીલે કહ્યું હતું કે આપણે આવી ગીધ્ધડ ધમકીઓથી ડરીએ નહીં, હિંમત હોય તો આવી જાય , પાણી બંધ કરવાનું કહ્યું ત્યાં તો બીલલાલ બલ્લા થયી ગયો છે

 

(9:34 PM IST)