<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ઈડીએ કોન્ગ્રેસના નેતા ડીકે સુરેશ અને ડીકે શિવકુમારની બહેન તરીકે પોતાની ઓળખ બતાવી મોટી રકમની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ કરી

પ્રવર્તન નિયામક (ઈડી) એ એક ઠગ મહિલાની ધરપકડ કરી છે, જેણે કોન્ગ્રેસ નેતા ડીકે સુરેશ અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારની બહેન તરીકે ઓળખ આપીને શ્રીમંત લોકોને ફસાવ્યા હતા. આ મહિલાએ ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓને નિશાન બનાવીને મોટી રકમની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા અનુસાર, આ મહિલા ઉચ્ચ સમાજમાં પ્રવેશ મેળવવા માટે નકલી ઓળખનો ઉપયોગ કરતી હતી અને લોકોને વ્યવસાયિક સોદા કે રોકાણના બહાને છેતરતી હતી. ઈડીની તપાસમાં તેની સંડોવણીના વધુ પુરાવા મળ્યા છે, અને અન્ય સંભવિત પીડિતોની પણ શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચકચાર જગાવી છે.

(11:36 PM IST)