<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

તામિલનાડુમાં ઍક્‍ટર વિજયને મળવા એક ચાહકે તેની ગાડી પર ઝાડ પરથી કૂદકો માર્યો

થોડી સેકન્‍ડ સુધી વિજય ચોંકી ગયો હતોઃ ત્‍યાર બાદ વિજયે તેને ઊભા થવામાં મદદ કરી

કોઇમ્‍બતુર તા.ર૮: ઍક્‍ટરમાંથી તામિલનાડુના રાજકીય નેતા બનેલા વિજયે ગઈ કાલે કોઇમ્‍બતુરમાં પ્રચાર માટે એક રૅલી યોજી હતી ત્‍યારે તેના એક ચાહકે તેને મળવા માટે એક ઝાડ પરથી તેના વાહન પર કૂદકો માર્યો હતો. એકાએક આ રીતે તેનો ચાહક કૂદીને આવતાં થોડી સેકન્‍ડ સુધી વિજય ચોંકી ગયો હતો. ત્‍યાર બાદ વિજયે તેને ઊભા થવામાં મદદ કરી હતી અને તેને પોતાની પાર્ટીનો સ્‍કાર્ફ આપ્‍યો હતો. આ વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં દેખાય છે કે વિજય તેના વાહનમાંથી આસપાસ એકઠી થયેલી ભીડનું હાથ હલાવીને અભિવાદન કરી રહ્યો છે ત્‍યારે એકાએક તેની પાછળની સાઇડમાં ઘોંઘાટ થતો જોવા મળે છે. ઝાડ પરથી કૂદી પડેલા ચાહકને જોઈને વિજય ડઘાઈ જાય છે, પણ પછી તે તેને પાર્ટીનો સ્‍કાર્ફ આપે છે. એ જ સમયે બીજો એક ચાહક વાહનમાં ચડીને વિજયને મળવા આવી પહોંચે છે.

આ ઘટના વિશે લોકોએ -તિક્રિયા આપતાં આ ઘટનાને પહેલાંથી પ્‍લાન કરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું. એક યુઝરે તો સવાલ કર્યો હતો કે આ કઈ જાતનું ગાંડપણ છે? વિજયના ચાહકોમાં બુદ્ધિ નથી? (૩પ.૬)

(10:03 AM IST)