<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

બદરીનાથમાં બાર વર્ષ બાદ આ વર્ષે થશે પુષ્‍કર કુંભ

વેદવ્‍યાસે જ્‍યાં મહાભારતની રચના કરી હતી એ સરસ્‍વતી ઉદગમસ્‍થાન પર બદરીનાથમાં બાર વર્ષ બાદ આ વર્ષે થશે પુષ્‍કર કુંભ

ચમોલી તા.ર૮: ઉત્તરાખંડમાં યોજાતી ચારધામયાત્રા આ વર્ષે ખાસ રહેશે, કારણ કે ચમોલી જિલ્લામાં બદરીનાથ પાસે માણા ગામમાં સરસ્‍વતી નદીના ઉદગમસ્‍થાન પર જ્‍યાં વેદવ્‍યાસે મહાભારતની રચના કરી હતી ત્‍યાં આ વર્ષે બાર વર્ષ બાદ પુષ્‍કર કુંભ યોજાશે. માણા ગામથી માત્ર એક કિલોમીટરના અંતરે સરસ્‍વતી નદી વહે છે. આ સ્‍થળે ગણેશગુફા અને વ્‍યાસપોથી પણ આવેલી છે. બળહસ્‍પતિ એટલે કે ગુરુ ગ્રહનો મિથુન રાશિમાં પ્રવેશ થાય ત્‍યારે આ પુષ્‍કર કુંભ થાય છે.

૧૫ મેથી શરૂ થનારા આ પુષ્‍કર કુંભમાં દક્ષિણ ભારતના આચાર્યો સામેલ થશે. પચીસ મેએ આ પુષ્‍કર કુંભનું સમાપન થશે. આ આયોજન સ્‍થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિ દ્વારા એની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે જેથી આવનારા ભાવિકોને મુશ્‍કેલી પડે નહીં. આ વર્ષે આ સમયગાળા દરમ્‍યાન તમામ હોટેલ અને લૉજનાં બુકિંગ ફુલ છે.

૪ મેથી બદરીનાથ મંદિરનાં કપાટ ખૂલી જશે. એ પહેલાં ૩૦ એ-લિે યમુનોત્રી અને ગંગોત્રી તથા બે મેએ કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે. (૩પ.૪)

(10:04 AM IST)