<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ૬૦

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ. સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૬૦ :‘‘ વિષય અને વાસના જેવી રીતે બીજાઓમાં છે એવી જ રીતે મારામાં છે. આ

પ્રમાણે સ્‍વીકાર કરીને એમને રૂપાંતરિત થવાદો.''

ધાર્મિક વ્‍યકિત જે કાંઇપણ બીજાઓમાં જુએ છે તેને પોતાના ભીતર પણ જુએ છે. જો હિંસા છે તો તે વિચારવા લાગે છે કે આ હિંસા મારામાં છે કે નહી. જો એને કયાંક  લોભ દેખાય છે તો એને પહેલો ખ્‍યાલ એ આવે છે કે એ લોભ મારામાં છે કે નહી અને એ જેટલું શોધો છો તો ખબર પડે છે કે હું જ બધી ખરાબીઓનું મૂળ છું. ત્‍યાર પછી પ્રશ્ન રહેતો નથી કે સંસારને કેવી રીતે બદલી શકાય ત્‍યારે પછી પ્રશ્ન એ છે કે પોતાને કેવી રીતે બદલવામાં આવે અને એ ક્ષણે જ બદલાવ થવા લાગે છે. જયારે તમે એક માપદંડ અપનાવો છો તો એને અપનાવતા જ તમે પોતાને બદલવા લાગ્‍યા.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:34 AM IST)