<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

નીટ યુજી ર૦રપની પરીક્ષામાં પારદર્શીતા વિશ્વસનીયતા જાળવવા NTA દ્વારા ફરીયાદ પોર્ટલ

પરીક્ષા અંગે અફવાઓ સામે NTA નું પગલું : પેપરલીક ખોટા સમાચાર રોકવા વિદ્યાર્થીઓને ફરીયાદની સુવિધા

નવી દિલ્‍હી, તા., ર૮: રાષ્‍ટ્રીય પરીક્ષા એજન્‍સી (NTA) દ્વારા NEET UG 2025ની પરીક્ષાને લઈને મહત્‍વનું પગલું ભરવામાં આવ્‍યું છે. ગત વર્ષે પેપર લીકની ઘટનાને ધ્‍યાનમાં રાખીને, NTAએ પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે એક ખાસ ફરિયાદ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ NEET પરીક્ષા સંબંધિત અફવાઓ, ખોટા સમાચારો કે પેપર લીકના દાવાઓ અંગે સીધી ફરિયાદ નોંધાવી શકશે.

NTAની સત્તાવાર વેબસાઈટ nta.ac.in અને neet.nta.ac.in પર આ પોર્ટલ ઉપલબ્‍ધ છે. વિદ્યાર્થીઓ અહીં ફરિયાદ નોંધાવી શકે છે અને જો તેઓને કોઈ ફ્રોડની શંકા હોય તો સંબંધિત પુરાવા કે ફાઈલો પણ અપલોડ કરી શકે છે. ફરિયાદની તપાસ બાદ જો આરોપો સાચા જણાશે તો, આરોપીઓ સામે પબ્‍લિક એક્‍ઝામિનેશન એક્‍ટ ૨૦૨૪ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદા હેઠળ ૩થી ૫ વર્ષની જેલની સજા અને ૧૦ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

- NEET પરીક્ષાના પેપરનો દાવો કરતી અનધિકળત વેબસાઈટ કે સોશિયલ મીડિયા એકાઉન્‍ટ્‍સ.

- પરીક્ષાનું વિશિષ્ટ કન્‍ટેન્‍ટ હોવાનો દાવો કરનાર વ્‍યક્‍તિઓ.

- NTA કે સરકારી અધિકારી હોવાનો ખોટો દાવો કરનાર વ્‍યક્‍તિઓ.  NTAનું આ પગલું પરીક્ષાની પવિત્રતા જાળવવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે મહત્‍વનું ગણાઈ રહ્યું છે.

(11:48 AM IST)